ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સાઉથમ્પટન , ગુરુવાર, 31 જુલાઈ 2014 (17:35 IST)

3rd ટેસ્ટ ; રેકોર્ડ 266 રનથી હારી ટીમ ઈંડિયા, અલીએ ઝપટી 6 વિકેટ

. અહી રોસ બાઉલમાં થયેલ ઈંવેસ્ટટેક ટેસ્ટ શ્રેણીના ત્રીજી ટેસ્ટમાં મેજબાન ઈગ્લેંડની ટીમ ઈંડિયાને 266 રનથી કચડી નાખી. ઈગ્લેંડમાં આ ભારતીય ટીમની બીજો સૌથી મોટો પરાજય છે. 445 રનના ટોટલનો પીછો કરવા ઉતરેલ મહેમાન ટીમ અંતિમ દિવસના પહેલા જ સત્રમાં કુલ 178 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. યુવા બેટ્સમેન અંજિક્ય રહાણે 52 રન બનાવીને અણનમ રહ્યા. પાર્ટ ટાઈમ સ્પિનર મોઈન અલીએ 67 રન આપીને 6 વિકેટ લીધી. 
 
ઈગ્લેંડની આ જીત સાથે જ પાંચ મેચોની શ્રેણીમાં 1-1ની બરાબરી પર આવી ગઈ છે. આગામી મેચ 7 ઓગસ્ટથી મૈંનચેસ્ટરમાં રમાશે.