શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 13 ડિસેમ્બર 2014 (11:23 IST)

એડિલેડ ટેસ્ટ - રોમાંચક મેચ મુસીબતમાં.. ભારત 242/4 Live

ભારતીય ક્રિકેટ ટીમે એડિલેડ ઓવલ મેદાન પર ચાલી રહેલ ટેસ્ટ મેચના પાંચમા દિવસે શનિવારે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલ 364 રનનો પીછો કરતા ટી ટાઈમ સુધી 4 વિકેટના નુકશાન પર 242 રન બનાવી લીધા છે. ભારત લક્ષ્યથી હજુ પણ 122 રન પાછળ છે. 
 
મુરલી વિજય 100 રન પર આઉટ થયા છે  અને કપ્તાન વિરાટ કોહલી 100 રનો પર રમી રહ્યા છે. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 199 રનની ભાગીદારી થઈ છે. વિજયે 210 બોલ પર 10 ચોક્કા અને 2  છક્કા લગાવ્યા હતા. . જ્યારે કે કોહલીની 116 બોલની રમતમા 10 ચોક્કા અને એક છક્કાનો સમાવેશ છે.  આંજિક્ય રહાણે 0 રન પર આઉટ થયા. 
 
ભારતની પાસે લક્ષ્ય સુધી પહોંચવા માટે ઓછો સમય છે. કારણ કે હજુ દિવસમાં 30 ઓવરની રમત બચી છે. સાથે જ ભારતના આઠ વિકેટ બાકી છે.  ભારતીય બેટ્સમેનને બસ પોતાના વિકેટ બચાવી રાખતા નબળી બોલની રહ જોતા ર્ન એકત્ર કરવાનો પ્રયત્ન ચાલુ રાખવો પડશે. 
 
ભારતના શિખર ધવન (9) અને ચેતેશ્વર પૂંજારા(21)ના વિકેટ ગુમાવી છે ધવન 16ના કુલ યોગ પર મિશેલ જ જોનસનની બોલ પર વિકેટ પાછળ બ્રેડ હૈડિનના હાથ લપકાય ગયા.  પુંજારાનુ વિકેટ 57ના કુલ યોગ પર પડી. 38 બોલ પર ચાર ચોક્કા લગાવનારા પુંજારાને નેશન લાયને હેડિનના હાથે કેચ કરાવ્યો. 
 
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પોતાનો બીજો દાવ શુક્રવારે સ્કોર પાંચ વિકેટ પર 290 રન પર જ જાહેર કરી દીધી. ઓસ્ટ્રેલિયાએ પહેલી દાવમાં સાત વિકેટ પર 517 બનાવ્યા હતા. જ્યારે કે ભારતે પોતાની પહેલી રમતમાં 444 રન એકત્ર કર્યા હતા. 
 
પહેલા દાવના આધાર પર ભારત 73 રન પાછળ રહી ગયુ હતુ. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (102)ના આ વર્ષના છઠ્ઠા અને આ મેચની બીજી સદીને કારણે ચોથા દિવસની રમત પુર્ણ થતા સુધી પાંચ વિકેટ પર 290 રન બનાવી લીધા હતા.