શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સિડની. , મંગળવાર, 25 નવેમ્બર 2014 (13:13 IST)

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ફિલ હ્યુજેસના માથા પર વાગી બોલ, હાલત ગંભીર

સિડનીના શેફીલ્ડ શીલ્ડ ગેમમાં માથા પર બોલ વાગવાથી ઓસ્ટ્રેલિયા ખેલાડી ફિલ હ્યુજેસ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. ફિલ હ્યુજેસ ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ક્રિકેટ રમી ચુક્યા છે. તેઓ શેફીલ્ડ શીલ્ડ ક્રિકેટ એક મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉંડમાં રમી રહ્યા હતા. ફિલ 63 રનો પર રમી રહ્યા હતા કે હરીફ ટીમના બોલર શૉન અબોટે એક બાઉંસર પટકી.  ફિલ તે બોલને સમજી ન શક્યા અને બોલ મારવા માટે આગળ અવ્યા જે સીધી તેમના માથે વાગી. બોલ વાગતા જ એક સેકંડ તેઓ ત્યા જ ઉભા રહ્યા અને પછી સીધા મોઢે પડી ગયા. 
 
ત્યા ઉભેલા અંપાયરો અને ખેલાડીઓએ તરત જ મેડિકલ મદદ બોલાવી. મેડિક્લ ટીમ આવતા જ અંપાયરે ટી ટાઈમ જાહેર કરી દીધો. 
 
મેડિકલ ટીમે ફિલને સ્ટ્રેચર પર ઉઠાવીને એંબુલેંસમાં ચઢાવી દીધા.  અંપાયરોએ આદેશ આપ્યો કે આ ઘટનાની કોઈ ફોટો ન પાડવામાં આવે.  ફિલ સારા ફોર્મમા છે અને આ વાતની શક્યતા હતી કે તેમને માઈકલ ક્લાર્કને સ્થાને ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં તેમના લેવાતા.  ક્લાર્કની જેમ તેઓ પણ ચોથા નંબર અપ્ર રમે છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ ભારત સાથે પ્રથમ ટેસ્ટ મેચ બ્રિસબેનમાં આવતા અઠવાડિયે રમવાની છે.