શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (12:30 IST)

વિશ્વકપ 2015માંથી બહાર થયેલા યુવરાજને મળ્યો વધુ એક ઝટકો

આઈપીએલ-7માં સૌથી મોઘા ખેલાડી રહેલા યુવરાજ સિંહને તેમની ટીમ રોયલ ચેલેજર્સ બેંગલુરુએ આગામી આઈપીએલ પહેલા છોડી દીધો છે.  
 
અગાઉના આઈપીએલમાં આરસીબીએ યુવરાજ પર 14 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.  પણ હવે આગામી આઈપીએલ માટે તેમને નવેસરથી નીલામી માટે જવુ પડશે. યુવરાજે આરસીબીની તરફથી રમતા અગાઉની આઈપીએલમાં 376 રન બનાવ્યા હતા અને પોતાની ટીમ તરફથી બીજા મોટા બેટ્સમેન બન્યા હતા. 
 
બીજી બાજુ દિલ્હી ડેયરડેવિલ્સે પણ પોતાના ત્રણ ખેલાડીઓને આગામી આઈપીએલ પહેલા જ છોડી દીધા છે. ટીમે કેવિન પીટરસન. દિનેશ કાર્તિક અને મુરલી વિજયને છોડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી ડેયરડેવિલ્સના મુખ્ય કાર્યકારી હેમંત દુઆએ આની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યુ કે અમે અગાઉની આઈપીએલ સત્રમાં ફક્ત 11 ખેલાડીઓને રાખ્યા છે. 
 
દિલ્હીના રાઈટ ટુ મેચ વિકલ્પનો ઉપયોગ કરીને પીટરસનને  9 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.  કાર્તિક સારા ફોર્મમાં ન હોવા છતા મોટાભાગના ફ્રેંચાઈજી ટીમો તેમને લેવા માંગતી હતી અને દિલ્હીએ તેમને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.