ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|

ઓસ્ટ્રેલિયાના રાજમુકટને ભારતનો ડર છે!

મેલબોર્ન(વાર્તા) ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ વોએ સ્વીકાર્યુ છે કે, વિશ્વ ક્રિકેટમાં કાંગારુ ટીમના શાસનને માત્ર ભારતથી જ ગંભીર ખતરો છે. ભારતીય ટીમમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાના તાજને તેનો જ ડર છે.

ભારત સહિત દક્ષિણ આફ્રિકા પાસે પણ મેચ જીતાડવા માટે સારા બોલરો છે અને આ ટીમના પ્રદર્શનમાં પણ સુધારો આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતે વિશ્વ ચેમ્પીયન ઓસ્ટ્રેલિયાને મેચોમાજોરદાર ટક્કર આપી હતી. સીબી ત્રિકોણીય સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાના બહેતરીન પ્રદર્શનથી કાંગારુઓમાં ગભરાટ ફેલાવી દીધો હતો.