શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નોટિધમ , મંગળવાર, 31 જુલાઈ 2007 (10:30 IST)

ઝહીર-કુંબલે એ જીતની થાળી પીરસી

નોટિધમ (વેબદુનિયા) નોટિધમમાં ભારતીય ટીમ એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહી છે. ઝહીર ખાનની જોરદાર બોલીંગ બાદ અનિલ કુંબલેએ પણ પોતાનો કમાલ બતાવીને ઇગ્લેન્ડનો બીજો દાવ 355 રનોમાં સમેટી દીધો. ઝહીરે બંને દાવમાં કુલ 9 અને કુંબલે એ 6 વિકેટ લઈને ભારત માટે જીતનું મેદાન મોકળુ કરી દીધુ હતું.

ચોથા દિવસે રમતમાં જ્યારે થોડોક સમય બાકી હતો ત્યારે ભારતની ટીમ જીત 73 રનથી મેદાનમાં ઉતરી હતી. રમત પુરી થયા સુધી ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 10 રન બનાવી લીધા હતાં.

દિનેશ કાર્તિક અને વસીમ ઝાફર ક્રીજ પર છે. પાંચમા દિવસે ભારતને ફ્ક્ત 63 રનની જરૂર છે અને આ રન બનાવવા માટે કોઇ જ સમસ્યા ન આવવી જોઈએ.

ઇગ્લેંડના દાવમાં મુખ્ય આકર્ષણ કેપ્ટન માઇકલ વોનનો શતકીય પ્રહાર (124) રહ્યો હતો. આટલું જ નહી પણ તેઓએ ચોથી વિકેટ માટે કોલીંગવુડને સાથે લઈને 170 દડામાં 112 રન બનાવ્યાં હતાં. ફળસ્વરૂપે યજમાન ટીમ શરમજનક હારથી બચી ગઈ હતી.

વોર્ન સિવાય પોલ કોલીંગવુડે 63, સ્ટ્રાસે 23 અને સાઇડબોટમે 25 રન કર્યા હતાં. ઝહીર ખાને પોતાની સ્વિંગ બોલીંગનો કમાલ બતાવીને 27 ઓવરોમાં 75 રન આપીને 5 અને કુંબલે 104 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

એક સમય પછી ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરા પર જીતની ખુશી જોવા મળી રહી છે. બોલરોએ પોતાનો જાદૂ પાથર્યો અને ક્ષેત્ર રક્ષકોએ કમાલની ફિલ્ડીંગ કરી હતી. આ જ કારણ હતું કે દરેક ખેલાડીમાં જોશ દેખાતું હતુ.

ઇગ્લેંડ પહેલા દાવમાં 198 રન અને બીજા દાવમાં 355 રન કર્યાં હતાં, જ્યારે ભારતની ટીમે 481 રને પોતાનો દાવ પુરો કર્યો હતો.