ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By લંડન|
Last Modified: ગુરુવાર, 24 જુલાઈ 2014 (12:55 IST)

ટેસ્ટ ક્રિકેટમાંથી મહેન્દ્ર સિંહ ધોની લેશે સંન્યાસ, ઈગ્લેંડમાં આપ્યા સંકેત

. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેત છોડવાના સંકેત આપ્યા છે. લોર્ડ્સ ટેસ્ટમાં 28 વર્ષ પછી જીત નોંધાવનારી ટીમના કપ્તાન ધોનીએ ઈશારો કર્યો કે ઈગ્લેંડમાં આ તેમની અંતિમ ટેસ્ત શ્રેણી રહેશે. સાથે જ કહ્યુ કે લોર્ડ્સમાં આ તેમની અંતિમ મેચ હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ધોનીએ પહેલા કહ્યુ હતુ કે તે પોતાની શારિરીક ક્ષમતાઓના આધાર પર પોતાના રમત જીવનનો નિર્ણય લેશે.  ધોનીએ પોતાના આ નિવેદન દ્વારા પસંદગીકારોને તેમના ઉત્તરાધિકારીની પસંદગીનો સંદેશ પણ આપ્યો છે. વિરાટ કોહલી ધોનીનુ સ્થાન લેવામાં સૌથી આગળ છે. 
 
લોર્ડ્સમાં જીત વિશે પૂછતા ધોનીએ કહ્યુ કે 'આને શબ્દોમાં નિવેદન કરવુ મુશ્કેલ છે. લોર્ડ્સમાં આ મારી અંતિમ ટેસ્ટ મેચ હતી. મને નથી લાગતુ કે હવે હુ અહી આટલા વર્ષો પછી ફરીથી આવી શકીશ ચોક્કસ આ એક યાદગાર મેચ હતી. ઈગ્લેંડમાં અનેક નિકટની મેચોનો સાક્ષી રહ્યો છુ. મને યાદ છે કે 2007માં શ્રીસંત અને હુ બેટિંગ કરી રહ્યા અહ્તા અને ખરાબ લાઈટની મદદથી અમે ટેસ્ટ ડ્રો કરાવી હતી. અમે એ ટેસ્ટ બચાવી અને શ્રેણી જીતવામાં સફળ રહ્યા. દરેક મેચ સ્પેશલ હોય છે અને ભારતની બહાર ટેસ્ટ જીતવી ખૂબ આનંદ આપે છે.  
 
ધોનીની ટેસ્ટ કપ્તાની પર અનેક સવાલ ઉઠતા રહ્યા છે. ધોનીને વનડે અને ટી-20માં શ્રેષ્ઠ કપ્તાન માનવામાં આવે છે. પણ ટેસ્ટમાં પણ તેમની પાસેથી આવી જ આશા રહે છે.  2011માં ઈગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાના હાથે સફાયો થયા પછી ધોનીના નેતૃત્વ ક્ષમતાની ખૂબ આલોચના થઈ હતી.  પણ પછી ધોનીના નેતૃત્વમાં ટીમ ઈંડિયાએ ફરીથી સફળતાની ચઢાઈ શરૂ કરી. ટીમ ઈંડિયા દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેંડમાં શ્રેણી જીતવાના નિકટ હતા.  
 
આ અંગે ધોનીએ કહ્યુ મને લાગે છે કે ભારતની બહાર બે શ્રેણીઓમાં અમે જીતના નિકટ હતા પણ કેટલાક કારણોથી આ શક્ય ન બન્યુ. મને લાગે છે કે બોલરોએ બંને મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ. જે વાત મહત્વપૂર્ણ હતી એ છે સખત મહેનત. આ કારણે અમે લોર્ડસમાં જીતી શક્યા. આ ટીમના પ્રયાસો અને દ્દઢ નિશ્ચયને જોઈને સારુ લાગે છે. ધોની 2008માં અનિલ કુંબલેના ઘાયલ થતા ભારતીય ટેસ્ટ ટીમના કપ્તાન બન્યા હતા.