શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ધોની અને યુવરાજ આમને-સામને

ભારતીય ટીમના કપ્તાન મહેંદ્ર સિંહ ધોની અને ઉપ કપ્તાન યુવરાજ સિંહ એકથી આઠ સપ્ટેમ્બરના રોજ યોજાનારી બીસીસીઆઈ કોર્પોરેટ ટ્રોફીમાં એર ઇંડિયાની અલગ અલગ બે ટીમોનું પ્રતિનિધિત્વ કરશે.

એર ઇંડિયા 12 ટીમોંની આ ટૂર્નામેન્ટમાં બે ટીમો ઉતારી રહી છે. એવામાં યુવરાજ એરઈંડિયા રેડ જ્યારે ધોની એર ઈંડિયા બ્લૂ તરફથી રમશે.
યુવરાજ વાળી ટીમમાં રોબિન ઉથપ્પા, સુરેશ રૈના અને ઇરફાન પઠાણ જેવા ખેલાડી શામેલ છે. નરેંદ્ર હિરવાની આ ટીમના કોચ હશે.

એર ઈંડિયા બ્લૂ ટીમમાં ધોની સિવાય વીવીએસ લક્ષ્મણ, મોહમ્મદ કૈફ, હરભજન સિંહ અને આર પી સિંહ શામેલ છે. પ્રવીણ આમરેને આ ટીમના કોચ બનાવામાં આવ્યાં છે.

વીરેંદ્રની સેવાઓથી વંચિત હોવા છતાં પણ ઓએનજીસી મજબૂત ટીમ ઉતારશે જેમાં ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, મુનાફ પટેલ અને પ્રવીણ કુમાર શામેલ છે.

ઇંડિયા સીમેંટની ટીમમાં રાહુલ દ્રવિડ, એસ બદ્રીનાથ, હેમાંગ બદાની, એલ બાલાજી, સુદીપ ત્યાગીને પણ શામેલ કરવામાં આવ્યાં છે. સૌરવ ગાંગુલી આ ટૂર્નામેંટમાં નહીં રમે અને એવામાં ટાટા સ્પોર્ટ્સ ક્લબની આશાઓ રોહન ગાવસ્કર, અજિત અગરકર અને રમેશ પોવાર જેવા ખેલાડીઓ પર ટકેલી રહેશે.

ટૂર્નામેંટનો પ્રથમ મેચ એર ઈંડિયા બ્લૂ અને આઈટીસી વચ્ચે એક સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમવામાં આવશે જ્યારે ફાઈનલ આઠ સપ્ટેમ્બરના રોજ બેંગલૂરુમાં યોજાશે. આ ઉપરાંત ધર્મશાળા અને વિશાખાપટ્ટનમ વચ્ચે પણ મેચ યોજાશે.