શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

ધોનીએ મીડિયા હાઉસ પર 100 કરોડનો કેસ કર્યો

W.D


ગયા વર્ષે આઈપીએલ 6માં ધોનીની કપ્તાનીવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનુ નામ મેચ ફિક્સિંગમાં આવ્યુ હતુ અને પછી તેમા મેંટર મય્યપનની ધરપકડ પણ થઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સે મેચોમાં સટ્ટો લગાવ્યાના આરોપમાં ફિલ્મ અભિનેતા વિંદુ દારા સિંહની પણ પોલીસે ધરપકડ કરી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સે ટીમનુ નામ કથિત રૂપે મેચ ફિક્સિંગમાં આવ્યુ હતુ અને જી ટીવીએ પ્રશ્ન કર્યો હતો કે જો ચેન્નઈ સુપર કિંગ્સમાં આટલા મોટા પાયા પર સટ્ટો લાગી રહ્યો હતો, ટીમના અંદરની વાતો લીક થઈ રહી હતી તો કપ્તાન ધોની ચૂપ કેમ રહ્યા ? આ મીડિયા હાઉસે ધોનીની ભૂમિકા પર શંકા કરી અને સતત સમાચાર આપ્યા હતા.

ત્યારબાદ ભારતીય કપ્તાને જી ટીવી પર 100 કરોડની માનહાનિનો દાવો કરતા મદ્રાસ હાઈકોર્ટની શરણ લીધી છે. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે જી ટીવી ચેનલ પર ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની આઈપીએલ સટ્ટેબાજી પ્રકરણમાં લિપ્તતાના સંબંધમાં કોઈપણ સમાચાર પ્રસારિત કરવા પર રોક લગાવી છે.