મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|
Last Modified: નોટિંઘમ , મંગળવાર, 31 જુલાઈ 2007 (17:08 IST)

ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું

નોટિંઘમ (વેબદુનિયા) 31 જુલાઇ મંગળવાર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં પાંચમાં દિવસે ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને વિદેશની ધરતી પર ટેસ્‍ટમાં જીત મેળવી છે.

ઇંગ્લેન્ડે આપેલા 73 રનનાં આસાન ટાર્ગેટને ભારતે ત્રણ વિકેટ ગુમાવીને પાર કર્યો હતો.

ભારત તરફથી બીજા દાવમાં ઓપનર દિનેશ કાર્તીક અને વસીમ જાફરે 22-22 રન કર્યા હતાં. ઇંગ્લેન્ડ તરફથી ટ્રેમલેટે ભારતની ત્રણ વિકેટ ખેરવી હતી.

આ પહેલા સોમવારે ઇંગ્લેન્ડે બીજા દાવમાં માઇકલ વોનનાં 125, કલિંગવુડ 63 અને સ્‍ટ્રોસનાં 55 રનની મદદથી 355 રન બનાવતા ભારતને મેચ જીતવા 73 રનનો આસાન ટાર્ગેટ આપ્યો હતો.

ભારત તરફથી જાહીર ખાને ઇંગ્લેન્ડનાં પાંચ બેટ્સમેનોને પેવેલીયનનો રસ્‍તો દેખાડ્યો હતો. જ્યારે કુંબલે એ ત્રણ અને આર.પી.સિંહે બે વિકેટ ઝડપી હતી.

ઝાહીર ખાને બંને દામમાં કુલ નવ વિકેટ ઝડપીને ભારતનો વિજયનો પાયો નાખ્યો હતો.