શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મેલબોર્ન , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (18:30 IST)

મારા હેન્ડગ્લોઝમાં ગરબડ નથી-ગિલક્રિસ્ટ

મેલબોર્ન(ભાષા) વિકેટ કિપરના હાથમોઝા બનાવવાની કંપની ચલાવતાં મેરઠના એક ઉધોગપતિએ દાવો કર્યો છે કે, જે હેન્ડગ્લોઝ બાબતે મહેન્દ્રસિંગ ધોનીને મેચ રેફરી દ્વારા સૂચના મળી હતી. તેવા જ હાથમોઝા ઓસ્ટ્રેલિયાના વિકેટ કિપર એડમ ગિલક્રિસ્ટ પણ પહેરે છે. જોકે, ગિલક્રિસ્ટે આ વાતને વખોડી કાઢી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કિપર મહેન્દ્રસિંગ ધોનીએ મેચ દરમિયાન પહેરેલા હાથમોઝા નિયમ અનુસાર નહીં હોવાનુ જણાવી મેચ રેફરીએ સૂચના આપી હતી. આ વિવાદ અંગે મેરઠના એક ઉધોગપતિએ દાવો કરતાં જણાવ્યુ હતુ કે, ધોની જે પ્રકારના મોઝા પહેરે છે તેવા જ મોઝા એડમ ગિલક્રિસ્ટ પણ પહેરી રહ્યો છે.

આ વાતની પ્રતિક્રિયા આપતાં ગિલક્રિસ્ટે જણાવ્યુ હતુ કે, તેના હાથમોઝાની દરેક સત્રમાં તપાસ થાય છે અને મેચ રેફરીએ તેને ક્યારેક નિયમ મુજબ હોવાનુ ઠરાવ્યુ નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, તેના અને ધોનીના હેન્ડગ્લોઝ એક જ કંપની દ્વારા બનાવવા માં આવ્યા છે. પરંતુ તેના હેન્ડગ્લોઝ નિયમ મુજબ જ છે. જોકે, તેણે આ બાબતે ધોનીનો બચાવ કરતાં જણાવ્યુ હતુ કે, ધોનીએ અજાણતામાં આ પ્રકારના મોઝા પહેર્યા હશે અને આ કંઈ મોટી ભુલ નથી.