ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , સોમવાર, 29 માર્ચ 2010 (17:46 IST)

મુંબઈએ ડેક્કન ચાર્જર્સને 41 રને હરાવ્યું

ND
N.D
ઇંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના ત્રીજા સંસ્કરણ અંતર્ગત રવિવારે મુંબઈના ડૉ. ડીવાઈ પાટિલ સ્પોર્ટ્સ એકેડમી સ્ટેડિયમમાં રમવામાં આવેલા એક મુકાબલામાં મુંબઈ ઇંડિયંસે ડેક્કન ચાર્જર્સને 41 રનોંથી પરાજિત કરી દીધું.

ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી મુંબઈ ઇંડિયંસે નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટના નુકસાન પર 172 રન બનાવ્યાં. જવાબમાં બેટીંગ કરવા ઉતરેલી ડેક્કન ચાર્જર્સની ટીમ 17.4 ઓવરમાં 131 રન જ બનાવી શકી. ડેક્કન તરફથી રોહિત શર્માએ 45 અને હર્શલ ગિબ્સે 27 રનોનું યોગદાન આપ્યું.

મુંબઈના કપ્તાન સચિન તેંદુલકરે એક વાર ફરી શાનદાર દાવ રમ્યો તે 43 દડામાં 55 રન બનાવીને આઉટ થયાં. જેમાં નવ ચોકા શામેલ છે.

સચિન સિવાય હરભજને પણ શ્રેષ્ઠ બેટીંગનો પરિચય આપ્યો તે 18 દડામાં 49 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યાં. પોતાના દાવમાં ભજ્જીએ આઠ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા.

મુંબઈ તરફથી શિખર ધવન 11, સૌરભ તિવારી ચાર, ડીજે બ્રાવો 23, એટે રાયડૂ છ, આર સતીશ ત્રણ, કેએ પોલાર્ડ એક રન બનાવીને આઉટ થયાં. ડેક્કન તરફથી આરપી સિંહે ત્રણ, પ્રજ્ઞાન ઓઝાએ બે અને જસકરન સિંહે એક વિકેટ લીધી.