ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 18 ઑગસ્ટ 2014 (15:57 IST)

વૉને સફેદ ત્રિરંગો પોસ્ટ કરી ટીમ ઈંડિયાની મજાક ઉડાવી

ઈગ્લેંડના પૂર્વ કપ્તાન માઈકલ વૉને ઓવલ ટેસ્ટમાં ભારતની હાર પર ભારતીય ખેલાડીઓની ખૂબ મજાક ઉડાવી છે. વૉને ટીમ ઈંડિયાના ખેલાડીઓની પ્રતિબદ્ધતા પર આંગળી ચૂંધતા કહ્યુ કે આ વિચારવુ શરમજનક છે કે ભારતીય ટીમ ફક્ત 29 ઓવરમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ. જ્યારે કે પિચ સારી હતી.  એટલુ જ નહી વૉને ભારતીય ટીમની મજાક ઉડાવતા ટ્વિટર પર એક સફેદ ઝંડાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યુ કે આ ભારતીય ક્રિકેટનો નવો ઝંડો છે.  વૉને પોતાના ટ્વિટર એકાઉંટ દ્વારા અનેક ટ્વીટ કર્યા. વૉને ટ્વીટ કરતા લખ્યુ કે ઈંડિયન ક્રિકેટ ફૈંસ આને મજાકના રૂપમાં લે.  ઈંડિયન ક્રિકેટ ફેંસ આ નવા બેનરને એકસેપ્ટ કરે, તમારી ટીમે સારુ પ્રદર્શન કર્યુ નથી. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લી ટેસ્ટમાં એક દાવ અને 244 રનની શરમજનક હાર સાથે ભારતીય ટીમ 1-3ના મોટા અંતરથી સીરીઝ ગુમાવી ચુકી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમ 30 ઓવર પણ ન રમી શકી.