મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

શોએબની છાતીમાં દુખાવો હોસ્પી.માં ભર્તી

કલકત્તા (ભાષા) ભારતની વિરુધ્ધ અહીંયા રમાનાર બીજી ટેસ્ટની શરૂઆત થાય તે પહેલાં જ પાકિસ્તાનને ખુબ જ મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમના ફાસ્ટ બોલર શોએબ અખ્તરને છાતીમાં દુખાવાને કારણે દવાખાનામાં દાખલ કરવા પડયાં છે.

ટીમના મીડિયા મેનેજર એહસાન મલિકે જણાવ્યું હતું કે શોએબને પહેલા ખુબ જ વધુ તાવ હતો પરંતુ ત્યાર બાદ ખબર પડી કે તેમની છાતીમાં દુખાવો છે.

મલિકે કહ્યું કે ડોક્ટરે જણાવ્યું હતું કે તેમની છાતીમાં દુખાવો છે. તેઓએ આને ઈંજેક્શન દ્વારા એંટીબાયોટીક આપવાની અને તરલ પદાર્થો નસો દ્વારા પહોચાડવાની મદદ કરી હતી. શોએબને હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવ્યાં છે.

પાકિસ્તાનના મીડિયા મેનેજરને આશા છે કે શોએબને બુધવારે હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવશે. તેઓને અપોલો ગ્લેનઈગલ્સ હોસ્પીટલની અંદર દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પીટલના સુત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં તેઓને મહારાજ સુઈટમાં રાખવામાં આવ્યાં છે.