બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 28 માર્ચ 2014 (16:46 IST)

શ્રીનિવાસને પદ પરથી દૂર કરી સુનીલ ગાવસ્કર બન્યા બીસીઆઈના નવા અધ્યક્ષ

P.R
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈના અધ્યક્ષ એન. શ્રીનિવાસનને તેમના પદ પરથી દૂર કરી દઈને તેમના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરને બીસીસીઆઈના વચગાળાના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસની તપાસ કરતા સુપ્રીમકોર્ટે શ્રીનિવાસનને સ્વેચ્છાએ પદ છોડવા માટે બે દિવસનો સમય આપ્યો હતો, પરંતુ શ્રીનિવાસન તરફથી બીસીસીઆઈએ ગઈકાલે કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ પદ છોડશે નહીં પરંતુ તપાસ પૂરી ત્યાં સુધી કામકાજથી અળગા રહેશે.

કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા વચગાળા માટે લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને તમામ કાર્યભાર સોંપ્યો હતો. આઈપીએલ પૂર્ણ થયા બાદ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ શિવલાલ યાદવ અધ્યક્ષ તરીકેનો કાર્ય ભાર સંભાળશે. હાલમાં ગાવસ્કર આઈપીએલનો કાર્યભાર તથા શિવલાલ બીસીસીઆઈનું વહીવટી કામકાજ સંભાળશે.

ગુરુવારના રોજ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સ તથા રાજસ્થાન રોયલ્સને આઈપીએલ-7માંથી દૂર રાખવા અંગે પૂછવામં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આ બંને ફ્રેન્ચાઈઝી ટીમોને દૂર રાખવાથી ક્રિકેટમાંથી ભ્રષ્ટાચાર દૂર નહીં થઈ શકે. જો સુપર કિંગ્સ આઈપીએલમાં નહીં રમે તો અન્ય ક્રિકેટ પ્રેમીઓ દુઃખી થશે.