ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

સચિન અને બ્રૈડમેન વચ્ચે તુલના કરવી યોગ્ય છે

N.D
ક્રિકેટના જાણકાર અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકર અને મહાન ક્રિકેટ ખેલાડી તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ બ્રૈડમેનની વચ્ચે તુલનાને યોગ્ય માને છે.

ઈગ્લેંડના જાણીતા ક્રિકેટ સ્તંભકાર સાઈમન બાર્નેસએ વેબસાઈટ 'ફોક્સ સ્પોર્ટ્સ' પર લખેલ પોતાના લેખમાં આ વાત પર જોર આપ્યો છે કે ફિટનેસ અને વ્યસ્ત કાર્યક્રમના હિસબે 'બેદર્દી' આધુનિક ક્રિકેટના કોઈ ખેલાડીની કોઈ જૂના દિગ્ગજની સાથે તુલના બિલકુલ યોગ્ય છે'

બાર્નસ માને છે કે બ્રૈડમેન પોતાના જમાનાના સૌથી યોગ્ય બેટ્સમેન હતા, પરંતુ આજની પરિસ્થિતિમાં તેમની રમતમાં જરૂર પરિવર્તન આવતુ, કારણ કે આધુનિક ક્રિકેટ બિલકુલ બદલાયેલુ છે અને તેમા એક ખેલાડીને ઘણા પ્રકારની પરીક્ષામાંથી પસાર થવુ પડે છે.

બાર્નેસ લખે છે 'આજના બોલર વધુ ફિટ છે, ક્ષેત્રરક્ષક વધુ ચુસ્ત છે અને બીજા ખેલાડીઓની ઉણપોને ઈને તમામ પ્રકારની શોધ કરવામાં આવે છે. આવા વાતાવરણમાં જો કોઈ ખેલાડી વ્યક્તિગત, ટીમ, પ્રાયોજકો અને દેશવાસીઓના હિતોની રક્ષા કરતા શાનદાર પ્રદર્શન કરે છે તો તેની તુલના વીતેલા જમાનાના કોઈ મહાન ખેલાડી સાથે કરવામાં કશું ખોટુ નથી.'

બાર્નેસ માને છે કે જુદા-જુદા યુગમાં જો બૈડમેનનુ આકલન એક ખેલાડીના રૂપમાં કરવામાં આવે તો તમને એ લોકપ્રિયતા નહી મળે, જે આજે તમને મળી છે. બીજી બાજુ સચિને ક્રિકેટના દરેક પ્રારૂપમાં રંગ એકત્ર કર્યા છે, અને પોતાની જાતને એક સંપૂર્ણ ક્રિકેટરના રૂપમાં રજૂ કર્યા છે. આવા ખેલાદીને દરેક યુગમાં સલામ કરવામાં આવે છે.