શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 12 માર્ચ 2014 (17:24 IST)

સચિન તેંડુલકરના નવા ચાંદીના સિક્કા 14 તારીખે લોંચ થશે

P.R
સચિન તેંડૂલકરના ચાંદીના વિશેષ સિક્કાઓ 14 માર્ચથી આ માસ્ટર બ્લાસ્ટર સચિનની હાજરીમાં મુંબઈમાં લોન્ચ કરવામાં આવશે. આ સિક્કા પર તેંડૂલકરના ચહેરા અને નામની સિવાય તેમના હસ્તાક્ષર પણ હશે.

એક ખાનગી જવેલર્સ કંપનીએ 15921 સિક્કાઓ લોન્ચ કરશે, જે 1989થી 2013 સુધીના 24 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયર દરમ્યાન તેંડૂલકર દ્વારા બનાવેલા ટેસ્ટ રનની સંખ્યા પણ છે. આ વિશેષ એડિશનના સિક્કામાં સૌથી ઉપર તેંડૂલકરનું નામ હશે જ્યારે સૌથી નીચે 200મી ટેસ્ટ મેચ 2013માં લખવામાં આવશે.

આ સિક્કા પર તેમના ચહેરા અને એસટીનો લોગો પણ રહેશે, આ ચાંદીનો સિક્કો 200 ગ્રામનો રહેશે જેને સ્વિટ્ઝરલેન્ડના વાલકામ્બી એસએ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેંડૂલકરના નામ પર ચાંદીના સિક્કા પહેલાથી જ બજારમાં ઉપલબ્ધ છે. આનું વજન 20 ગ્રામ અને 10 ગ્રામ છે અને આની પર તેમની તસવીર અને હસ્તાક્ષર પણ છે પરંતુ આની પર 200ની સંખ્યા નથી લખી જે ટેસ્ટ કરિયર દરમ્યાન સચિન દ્વારા રમાયેલ મેચની સંખ્યા છે.