શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

દિવાળીમાં કરો લક્ષ્મીને પ્રસન્ન

દિવાળી લક્ષ્મીજીનો પરમ પ્રિય પરમ દિવસ છે. તેથી : આર્થિક સમસ્યઓથી છુટકારો મેળવવા અને લક્ષ્મીજીના આવવાનો માર્ગ પવિત્ર કરવા માટે આ દિવસને ખાસ માનવામાં આવે છે.

દિવાળીના દિવસે સંપૂર્ણ ઘરને એક વાર ફરીથી સ્વચ્છ કરો. નકામો સામાન બિલકુલ ઘરમાં ન મૂકો. પૂજા માટે જે પણ મૂહુર્ત નક્કી કરવામાં આવ્યુ હોય, એ સમયે પૂજાની તૈયારી કરો. પ્રસાદમાં ચોખા, દૂધ અને મીઠાઈ જરૂર હોય તેનુ ખાસ ધ્યાન રાખો.

સામાન્ય પૂજા થયા પછી શ્રીયંત્ર (જો હોય તો) કે લક્ષ્મીજીનો ફોટો એક વાડકી કે થાળી(ચાંદીની હોય)માં મૂકો. બીજી વાડકીમાં કંકુ લઈને મૂકો. શ્રીસુક્તના મંત્રોનો જાપ કરતા મધ્યમા, અનામિકા અને અંગૂઠાની મદદથી કંકુને શ્રી યંત્ર અથવા લક્ષ્મીના ફોટા પર ચઢાવતા જાવ. શ્રીસુક્તનુ કુલ 16 ભાગમાં પાઠ કરો અને કંકુથી અભિષેક કરતા જાવ. આ પુરૂ થયા પછી "ૐ શ્રી શ્રીયૈ નમ:' મંત્રનો જાપ ઓછામાં ઓછો 11 માળા વડે કરો. આ પછી રાશિમુજબ ઈષ્ટ કે પરિવારના કુળદેવતાના મંત્રનો એક માળાનો જાપ કરો.

પછી વિધિસર આરતી કરો, પ્રસાદનો ભોગ લગાવો, મા લક્ષ્મીને પ્રાર્થના કરો અને સૌભાગ્યવતી સ્ત્રીઓને સુહાગની વસ્તુનુ દાન આપો.

1 દિવાળી પછી આવનારા આગામી સાત શુક્રવાસુધી લક્ષ્મીના મંદિરમાં ધૂપ ફૂલ અને પ્રસાદ સતત ચઢાવો.
2 સાત શુક્રવાર સુધી એક-એક સૌભાગ્યવતી સ્ત્રીને સુહાગ ચિહ્ન ભેટ આપો.
3 દર મંગળવારે અને શુક્રવારે ગોળ-ચણાને ગરીબોમાં વહેંચો.
4 ઘરના મુખ્ય દરવાજે સવાર-સાંજ દિપક લગાવો.