શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (12:40 IST)

દિવાળી પુષ્ય નક્ષત્ર મુહુર્ત 2015, જાણો તમારી રાશિ મુજબ શુ ખરીદશો

કોઈપણ નવુ કાર્ય કે વ્યવસાય શરૂ કરવા માટે અથવા સુવર્ણ કે ચાંદીના ઘરેણા ખરીદવા માટે શુભ માનવામાં આવતા પુષ્ય નક્ષત્રનો સંયોગ આ વખતે 3 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. 
 
આ વર્ષે ધનતેરસ પહેલા પડી રહેલા પુષ્ય નક્ષત્રને એ માટે ખાસ માનવામાં આવી રહ્યુ છે કારણ કે 12 વરસ પછી સિહસ્થ ગુરૂના સંયોગમાં ભૌમ પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે સાઘ્ય અને શુભ યોગ છે. એવુ માનવામાં આવે છે કે જ્યારે પણ ગુરૂ સિંહ રાશિમાં મતલબ સિંહસ્થમાં આવે છે તો સૂર્ય બળવાન હોય છે.  સિંહસ્થ ગુરૂના સંયોગમાં પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી લાભદાયક અને અક્ષય કારક છે. તેનાથી પરિવારમાં સમૃદ્ધિ વધશે. 
 
સુવર્ણ, રજત, તાંબુ ખરીદવાથી સમૃદ્ધિ વધશે 
 
જ્યોતિષી ડો. દત્તાત્રેય હોસ્કેરે કહે છે કે શાસ્ત્રોક્ત માન્યતા મુજબ નક્ષત્રોના રાજા મનાતા પુષ્ય નક્ષત્ર પર જમીન મિલકત સોનુ ચાંદી તાંબાની ખરીદી કરવાથી સુખ સમૃદ્ધિ અને વૈભવમાં વધારો થાય છે. આ ઉપરાંત મકાન, વાહન, ફર્નીચર, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘરેલુ સામાનની ખરીદી કરવી ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે. 
 
27 નક્ષત્રોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા પુષ્ય નક્ષત્ર 2 નવેમ્બરની સાંજે 4 વાગીને 24 મિનિટથી 3 નવેમ્બરની સાંજે 5 વાગીને 52 મિનિટ સુધી રહેશે. સોમવાર મતલબથી શરૂ થઈને મંગળવારના રોજ આખો દિવસ મતલબ ભૌમ  પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી ઘાતુઓની ખરીદી કરવી શુભ રહેશે. સુખ-શાંતિ અને સૌભાગ્યના પ્રતિક માનવામાં આવતા ઘાતુ સોનુ, ચાંદી દેવી દેવતાની તાંબાની પ્રતિમાની ખરીદી કરવાથી જીવનમાં સમૃદ્ધિનો વાસ થશે. 
 
રાશિ મુજબ ઘાતુ ખરીદો 
 
ભૌમ પુષ્ય નક્ષત્ર બધા રાશિના લોકો માટે સુખ-સમૃદ્ધિ લઈને આવશે કોઈપણ રાશિવાળી વ્યક્તિએ પોતાની સુવિદ્યામુજબ બધા પ્રકારની ઘાતુઓ ખરીદી શકે છે.  પણ જો કોઈને આર્થિક પરેશાની છે તો તે અંશ માત્ર જ પણ સાચુ સોનુ, ચાંદીની ખરીદી જરૂર કરશો તો આવનારા સમય માટે શુભકારી સાબિત થશે. 
 
મીન,તુલા, કુંભ, મિથુન, વૃષભ રાશિવાળાને સુવર્ણ ઘાતુ 
કર્ક, સિંહ, વૃશ્ચિક રાશિવાળાએ ચાંદીના ઘરેણા, સિક્કા 
કન્યા, મકર, ઘનુ, મેષ રાશિવાળાએ ફર્નીચર, ઈલેક્ટ્રોનિક્સ સામાન કિચન સામગ્રી અને તાંબાની દેવી પ્રતિમાઓની ખરીદી કરી શકો છો. 
 
9 ના રોજ ધનતેરસ 
 
ભૌમ પુષ્ય નક્ષત્ર પછી ખરીદી માટે અત્યંત શુભ માનવામા આવતુ મુહુર્ત ધનતેરસ 9 નવેમ્બરના રોજ છે. જે અક્ષય મુહુર્ત માનવામાં આવે છે. આ દિવસે સવારથી લઈને અર્ધ્ય રાત્રિ સુધી કોઈપણ સમયે ખરીદી કરી શકાય છે.