શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (11:36 IST)

દિવાળીના શુભ મુહુર્તો - ચોપડા પૂજન મુહુર્ત

ગુરૂપુષ્‍ય યોગ, ધનતેરસ લક્ષ્મીપૂજન, દિવાળી (દિપોત્‍સવી) શારદા પૂજન

પુષ્‍યયોગ, ધનતેરસ, શારદા પૂજન તેમજ ચોપડા ખરીદવાના મુહુર્તો આપેલા છે. જે નીચે મુજબ આપેલા છે.

   (૧) ગુરૂપુષ્‍ય યોગ

   ગુરૂપુષ્‍ય યોગ સંવત ૨૦૭૦, આસો વદી-૮, ગુરૂવાર, તા. ૧૬-૧૦-૨૦૧૪ના રોજ છે. ગુરૂપુષ્‍ય યોગના ચોપડા ખરીદવા ઓર્ડર આપવાના મુહુર્તો સવારે ૬.૪૬ થી ૮.૧૩ શુભ ચોઘડીયુ તેમજ બપોરે ૧૧.૭૭ થી ૩.૨૮ સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયા તેમજ બપોરે ૪.૫૫ થી રાતે ૯.૨૮ સુધી શુભ, અમૃત, ચલ ચોઘડીયા.

   (૨) ધનતેરસ લક્ષ્મીપૂજન ચોપડા ખરીદવા, ગાદી બીછાવવા વિગેરેના મુહુર્તો

   સંવત ૨૦૭૦ આસો વદી-૧૩ મંગળવાર તા. ૨૧-૧૦-૨૦૧૪ના રોજ આખો દિવસ ધનતેરસ છે. ધનતેરસના ચોપડા ખરીદવા ઓર્ડર આપવાના શુભ મુહુર્તો સવારથી બપોરે ૧.૫૮ સુધી તેમજ બપોરે ૩.૨૪ થી ૪.૫૦.

   (૩) દિવાળી (દિપોત્‍સવી) શારદા પૂજન

   સંવત ૨૦૭૦ આસો વદી અમાસ ગુરૂવાર તા. ૨૩-૧૦-૨૦૧૪ના રોજ મનાવવામાં આવશે.

   દિવાળીના મુહુર્તો

   સવારે ૬.૪૮ થી ૮.૧૪ સુધી શુભ ચોઘડીયું, બપોરે ૧૧.૬ થી ૩.૨૪ - બપોરે ચલ, લાભ, અમૃત ચોઘડીયા તેમજ બપોરે ૪.૫૦ થી સાંજે ૬.૧૬ સુધી શુભ ચોઘડીયુ તેમજ સૂર્યાસ્‍ત પછી ૬.૧૬ થી ૯.૨૪ રાતે અમૃત, ચલ ચોઘડીયા તેમજ મોડી રાત ૧૨.૩૨ થી રાતે ૨.૬ સુધી.

   પ્રદોષકાળ પ્રમાણે સાંજે ૬.૧૬ થી રાતે ૮.૪૬ સુધી શ્રેષ્‍ઠ સમય ગણાય છે. તેમજ વૃષભ લગ્ન પ્રમાણે રાતે ૭.૩૩ થી ૯.૨૯ સુધી શ્રેષ્‍ઠ સમય ગણાય છે, તેમજ નિશિથ કાળ પ્રમાણે રાતે ૧૨.૦૬ થી ૧૨.૫૬.

   (૪) ગોવર્ધન પૂજા-અન્નકુટ ઉત્‍સવ, નૂતન વર્ષ ચોપડામાં મિતી પધારાવવા વિગેરેના મુહુર્તો

   નૂતન વર્ષનો પ્રારંભ સંવત ૨૦૭૧, કારતક સુદ-૧ શુક્રવારે તા. ૨૪-૧૦-૨૦૧૪ના રોજ મનાવવામાં આવશે. હવેલી - દેવમંદિરોમાં અન્નકુટ ઉત્‍સવ મનાવવામાં આવશે.

   ચોપડામાં મિતી પધરાવવાના મુહુર્તો

   શુક્રવારના સૂર્યોદય પહેલા રાતે ૩.૪૦ થી સવારે ૬.૪૮ સુધી તેમજ સર્વોદય પછી ૬.૪૮ થી સવારે ૧૧.૬ સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયા.

   (૫) ભાઈબીજ

   સંવત ૨૦૭૧ કારતક સુદ-૨, શનિવાર તા. ૨૫-૧૦-૨૦૧૪ના રોજ મનાવવામાં આવશે.

   (૬) લાભપંચમી

   સંવત ૨૦૭૧ કારતક સુદ-૫ મંગળવાર તા. ૨૮-૧૦-૨૦૧૪ના રોજ મનાવવામાં આવશે

      નોંધઃ ગુરૂપુષ્‍ય યોગ, ધનતેરસ, દિવાળી, નૂતનવર્ષ વિગેરેના મુહુર્તો સૂર્યોદય-સૂર્યાસ્‍તની ગણતરી કરીને આપેલી છે. તેમજ પ્રદોશકાળ, વૃષભલગ્ન તેમજ નિશિથકાળ ગણતરીપૂર્વક આપેલા છે.