શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: સોમવાર, 13 ઑક્ટોબર 2014 (14:46 IST)

દિવાળી વિશેષ - આ પાંચ સંકેતોથી જાણો તમારી ઘરમાં લક્ષ્મી આવી પહોંચી છે

દિવાળી આવવામાં હજુ થોડાક જ દિવસો બાકી છે. અને તમે બધા એ પ્રયાસમાં લાગ્યા હશો કે  કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તમારા ઘરમાં આમંત્રિત કરશો 
 
જો તમે તમારા પ્રયાસમાં સફળ થઈ જાવ છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે છે તો તમારી સાથે કેટલીક એવી ઘટનાઓ થશે જે સંકેત આપે છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર થઈ ચુકી છે. 
 
માતા લક્ષ્મીના આગમનનો સંકેત તમને ખુલી આંખે અથવા તો પછી સપનામાં મળી શકે છે. એક પ્રાચેને માન્યતા મુજબ જો કોઈ વ્યક્તિના ઘરમાં બે મોઢાવાળો સાંપ આવી જાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે.  આ સાપના આગમનનો મતલબ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરી રહી છે. જેના ઘરમાં આ સાંપ હોય છે તેના ઘરમાં ધન દોલતમાં વધારો થતો રહે છે. 
 
શુક્રવારનો સ્વામી ગ્રહ શુક્ર છે. જે ભૌતિક સુખ સુવિદ્યાઓનો કારક માનવામાં આવે છે. જ્યારે કે આ દિવસની દેવી મહાલક્ષ્મી માનવામાં આવે છે. એ જ કારણ છે કે ધન અને વૈભવના વધારા માટે લોકો શુક્રવારના દિવસે વૈભવ લક્ષ્મીના વ્રતનુ પૂજન કરે છે. 
 
જે ઘરમાં દેવી લક્ષ્મીનુ આગમન થાય છે એ ઘરમાં દેવીના આગમનનો સંકેત કુંવારી કન્યાના માધ્યમથી પણ મળી શકે છે.  
 
એવુ માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે જો કોઈ કુંવારી કન્યા ઘરના માલિકને સિક્કો આપે તો એ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘર પર થઈ ચુકી છે.  
 
દેવી લક્ષ્મીનુ વાહન ઘુવડ્ને માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ઘુવડ આવી જાય તો આને શુભ સમજવુ જોઈએ.  ઘુવડ જો દિવાળીના દિવસે ઘરમા આવે તો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જેમના ઘરમાં ઘુવડ આવે તેમના ઘરમાં આખુ વર્ષ સંપત્તિમાં વધારો થતો રહે છે.  
 
 
એક માન્યતા મુજબ દિવાળીની રાત્રે જો ઘુવડ દેખાય પણ જાય તો એ ખૂબ જ શુભ સંકેત હોય છે. આવી વ્યક્તિના નિકટના ભવિષ્યમાં કોઈ મોટો લાભ કે પ્રમોશન મળે 
 
છે.  
 
શાસ્ત્રોમાં બતાવાયુ છે કે સાંપ ગુપ્ત ધનનો રક્ષક હોય છે. સપનામાં સાંપ દેખાવવો કોઈ શુભ ફળની પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. 
 
એવી માન્યતા છે કે કોઈ ગર્ભવતી સ્ત્રીને સપનામાં વારેઘડીએ સાંપ દેખાય તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. પણ સપનમાં જો સફેદ સાંપના દર્શન થાય તો આ ઘરમાં લક્ષ્મીના આગમનના સંકેત થાય છે. 
 
સપનમાં સફેદ સાંપનુ દેખાવવુ એ સંકેત માનવામાં આવે છે કે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવાની છે.