શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. દિવાળી
Written By વેબ દુનિયા|

દિવાળીના દિવસે કરો આ યંત્રોની પૂજા અને થઈ જાવ માલામાલ

P.R


તંત્ર શાસ્ત્ર મુજબ યંત્રોના માધ્યમથી દરેક મનોકામના પૂરી કરી શકાય છે. કેટલાક યંત્રો એવા પણ હોય છે જેને જો વિશેષ પ્રસંગ પર સિદ્ધ કરી લેવામાં આવે તો સાધક માલામાલ થઈ જાય છે. તેની પાસે ધનની ક્યારેય કમી આવતી નથી. ધનતેરસ અને દિવાળી આવો જ એક અવસર છે. આ વખતે ધનતેરસ 1 નવેમ્બર, શુક્રવાર અને દિવાળી 3 નવેમ્બર રવિવારે છે. જો તમે પણ માલામાલ થવા માંગતા હોય તો નીચે લખેલા યંત્રોની પૂજા આ બંને દિવસે કરો. પૂજન પછી આ યંત્રોને તમારી તિજોરીમાં કે પછી જ્યા પૈસા ઘરેણા મુકતા હોય ત્યા મુકી દો.

કુબેર યંત્ર - સુવર્ણ લાભ, રત્ન લાભ દટાયેલા ધનનો લાભ અને પૈતૃક સંપત્તિનો લાભ ઈચ્છતા લોકો માટે કુબેર યંત્ર એકદમ સફળતાદાયક છે. આ યંત્રના પ્રભાવથી અનેક માર્ગોથી ધન આવવા માંડે છે અને ધન સંચય પણ થાય છે.
P.R


બિલ્વ વૃક્ષની નીચે બેસીને આ યંત્રને સામે મુકીને કુબેર મંત્રનો શુદ્ધતાથી જાપ કરવાથી આ યંત્ર સિદ્ધ થાય છે અને યંત્ર સિદ્ધ થયા બાદ તેને ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે છે. તેની સ્થાપના પછી દરિદ્રતાનો નાથ થઈને , પુષ્કળ ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન્ય ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહિત દાપય સ્વાહા

P.R


મહાલક્ષ્મી યંત્ર - આ યંત્ર નિરંતર ધન વૃદ્ધિ માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઓછા સમયમાં વધુ ધન પ્રાપ્તિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે. આ યંત્રનો પ્રયોગ દરિદ્રતાનો નાશ કરે છે. આ સુવર્ણ વર્ષા કરનારો યંત્ર કહેવામાં આવે છે. આની કૃપાથી ગરીબ વ્યક્તિ પણ એકાએક અમીર બની જાય છે.

'શ્રીકલીં ઐ લક્ષ્મકમધારિણહંસ્વાહા


P.R


શ્રીયંત્ર - યંત્ર શાસ્ત્રમાં શ્રીયંત્રનો વિશેષ મહિતા બતાવાયો છે. આ યંત્રને ધન વૃદ્ધિ, ધન પ્રાપ્તિ, કર્જ સંબંધિત ધન મેળવવા માટે, લોન વગેરે મેળવવા માટે અને લોટરી-સટ્ટો વગેરે દ્વારા ધન મેળવવા માટે ઉપયોગમા લેવાય છે.

P.R


શ્રીકનકધારા યંત્ર - ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે. તેની પૂજાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિઓને આપનારો છે.
P.R


સુખ-સમૃદ્ધિ યંત્ર - આ યંત્રની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ થાય છે અને ક્યારેય ધન-ધાન્યની કમી નથી આવતી.
P.R

શ્રીમંગલ યંત્ર - આ યંત્રની નિયમિત પૂજા કરવાથી બધા જ પ્રકારના કર્જથી મુક્તિ મળી જાય છે. મંગલ ભૂમિ કારક યંત્ર છે. તેથી જે આ યંત્રની પૂજા કરે છે તે અચલ સંપત્તિનો માલિક બને છે.

વિદ્યાદાયક યંત્ર - વિદ્યાદાયક યંત્ર પણ માતા સરસ્વતીનું જ યંત્ર છે. આ યંત્રનાં દર્શન-પૂજનમાત્રથી સરસ્વતી દેવીની અસીમ અનુકંપા પ્રાપ્ત થાય છે. વિદ્યાપ્રાપ્તિનાં દ્વાર ખૂલે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ધારી સફળતા મળે છે. આ યંત્રની પણ ધનતેરસ અને દિવાળીના રોજ માતા-પિતાએ પોતાના સંતાનો દ્વારા પૂજા કરાવવી જોઈએ. પૂજા કરીને આ યંત્રને સ્ટડી ટેબલ પર કે પછી તમારા નિયમિત પુસ્તકોના ટેબલ પર મુકો.