ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. દિવાળી
Written By વેબ દુનિયા|

ફરસી પૂરી

સામગ્રી : 500 ગ્રામ મેંદો, 100 ગ્રામ રવો, 200 ગ્રામ ઘી, 1 ચમચી જીરુ, 1 કપ દૂધ, 50 ગ્રામ ચોખાનો લોટ, 1/2 ચમચી ખાંડેલા મરી, મીઠું, તળવા માટે તેલ.
P.R


બનાવવાની રીત : સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. ઘી વાળો હાથ કરી લોટ ખૂબ મસળી તેના મોટા મોટા પાંચ લૂઆ બનાવવા. હવે એક લૂઆંને રોટલી આકારમાં વણી તેના પર ઘી લગાડવી. આ રોટલીને ફોલ્ડ કરી તેના ત્રાસા શેપમાં લૂઆ કાપવા. દરેક લૂઆને ઉપરથી જલેબી શેપ દેખાય એ રીતે જ હલકા હાથે વણી લેવા. બધી પૂરી વણાય જાય કે તેને તેલમાં તળી લેવી.

આ પૂરી ગરમા ગરમ ચા સાથે ખૂબ સરસ લાગે છે. મોળી અને કુરકુરી હોવાથી બાળકોને વધુ ભાવે છે.