ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By વેબ દુનિયા|

પુષ્ય નક્ષત્ર : શુભકારી છે, મંગળવારનો સંયોગ

P.R
પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ ખરીદી લાંબા સમય સુધી કાયમ રહે છે. તેથી આ દિવસે ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયનું જન્મ નક્ષત્ર આ જ છે. જે કારણે આ દિવસ વધુ શુભ થઈ જાય છે.

દેશભરમાં પુષ્ય નક્ષત્રમાં સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે. કહેવાય છે કે ધન અચલ હોય છે અને કોઈ એકની પાસે રોકાતુ નથી. જો આ ધનથી પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરી લેવામાં આવે તો ખરીદેલ વસ્તુ ચિરસ્થાઈ બનેલી રહે છે.

જ્યોતિષાચાર્ય પં. જીએમ હિંગો મુજબ જે રીતે પશુઓમાં સિંહ સર્વશ્રેષ્ઠ એ જ રીતના 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ છે. પુષ્યામૃત યોગમાં કોઈપણ કાર્ય કરવુ યશદાયક હોય છે. દિવાળીના પહેલા આવો સંયોગ ચાર વર્ષ પહેલા આવ્યો હતો.

રાશિ મુજબ કરો ખરીદી

પુષ્ય નક્ષત્રમાં બધાને પોતાની રાશિ મુજબ ખરીદી કરવી જોઈએ.

મેષ - જમીન, મકાન અને લાલ નંગ
વૃષભ - ચાંદી કે ડાયમંડ
મિથુન - પન્ના, સોના
કર્ક - ચાંદી, મોતી
સિંહ - સોના, માણેક
કન્યા રાશિ - પન્ના, સોના
તુલા - સોના, ડાયમંડ
વૃશ્ચિક - મકાન, જમીન
ઘન - સોના, પીત્તળ, પુખરાજ
મકર - વાહન, ઈલેક્ટ્રોનિક
કુંભ - વાહન, ઈલેક્ટ્રોનિક
મીન - સોના, પુખરાજ, પીત્તળ ખરીદવુ શુભદાયક છે.