ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

સોનપાપડી

સામગ્રી - 1 1/4 કપ ચણાનો લોટ, 1 1/4 કપ મેંદો, 250 ગ્રામ ઘી, 1 1/2 કપ ખાંડ, 1 1/2 કપ પાણી, 2 મોટી ચમચી દૂધ, 1/2 ચમચી ઈલાયચી 

બનાવવાની રીત - બંને લોટને મિક્સ કરો. એક જાડા તળિયાની કઢાઈમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમા મિક્સ લોટ નાખીને સોનેરી થતા સુધી સેકો. હવે આ મિશ્રણને નીચે ઉતારી ઠંડુ થવા દો અને વચ્ચે વચ્ચે ઘીરેથી હલાવતા રહો. બીજી બાજુ પાણી, દૂધ અને ખાંડને મિક્સ કરી ગેસ પર ચઢાવો અને 2 1/2 (અઢી તાર)તારની ચાસણી બનાવી ઓ. આ ચાસણીને એકસાથે જ લોટના મિશ્રણમાં નાખી દો. હવે એક મોટા કાંટાવાળા ચમચીથી આ મિશ્રણ પર ત્યાં સુધી મારતા રહો જ્યા સુધી તે મિશ્રણ સોન પાપડી જેવુ ન દેખાવા લાગે. હવે તેને એક ઘી લગાવેલ થાળીમાં પાથરી તેના પર પ્લાસ્ટિક મુકીને રોલ કરો. તેમા ઘીરેથી ઈલાયચી પાવડર ભભરાવી દો. આ સોન રોલ કરેલ મિશ્રણને ધીરેથી દબાવો. હવે તેના ટુકડા કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તૈયાર છે સોન પાપડી.

દિવાળીની અન્ય રેસ્પી માટે નીચે ક્લિક કરો


ગુજરાતી દિવાળી રેસીપી મઠિયાં


મોહનથા


બેસનના લાડુ

દિવાળી સ્પેશ્યલ રેસીપી - સુંવાળી