શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈ ચીનનું વાસ્તુવિજ્ઞાન

W.D

ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ ચીનનું વાસ્તુ વિજ્ઞાન છે જેનો શાબ્દિક અર્થ થાય છે વિંડ એંડ વોટર એટલે હવા અને પાણી જે જીવનના આવશ્યક મુળભૂત તત્વો છે. ફેંગશુઈ વિજ્ઞાન હકીકતમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની ગતિ નક્કી કરીને તેમજ નિયંત્રિત કરીને જીવનમાં સંતુલન બનાવે છે.

ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર જેવી રીતે દિશા પરિવર્તન દ્વારા નકારાત્મકતાને સકારાત્મક શક્તિઓનો સ્ત્રોત બનાવી શકાય છે તેવી જ રીતે ફેંગશુઈ વિજ્ઞાનને અનુસાર નેગેટીવ એનર્જીને પોઝીટીવ એનર્જીમાં બદલવા માટે વાસ્તુનો સહારો લેવામાં આવે છે. ફેંગશુઈ 7000 વર્ષ જુનુ વિજ્ઞાન છે. તેને સમજવા માટે નીચે આપેલ ચાર્ટને સમજવો પડશે-

ધન-વૈભવ અને ભાગ્ય નામ અને ઈજ્જત સંબંધ-પાર્ટનરશીપ-મેરેજ

વડીલ અને વરિષ્ઠવાન કેંન્દ્ર હેલ્થ અને યુનિટ રચનાત્મકતા બાળકો

આત્મ વિકાસ, બુદ્ધિમત્તા કેરિયર, કામિયાબી આશીર્વાદ, ટ્રેવલ હોબીઝ

ચાઈનીઝ વાસ્તુવિજ્ઞાન પણ ચાર દિશાઓ ચાર ખુણા તેમજ કેંદ્રબિંદુને મહત્વના માને છે.