શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ઘડિયાળની ટિક ટિકમાં છુપાયુ છે ઉન્નતિનુ રહસ્ય

P.R
સાંભળીને કદાચ તમે વિશ્વાસ નહી કરો પણ આ એક હકીકત છે કે દિવાલ પર લટકાવેલી ઘડિયાળ પણ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. ફેંગશુઈ મુજબ ઘડિયાની સોઈ અને પેંડુલમ દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી ક્યારેય પણ ઘરમાં બંધ ઘડિયાળ ન મુકશો તેનાથી તમારા ઘરની ઉન્નતિ થંભી જાય છે.

ઘડિયાળનુ ચાલતા રહેવુ એ નિરંતર વિકાસનુ પ્રતિક છે સમયથી પાછળ ચાલતી ઘડિયાળ પણ ફેંગશુઈ મુજબ યોગ્ય નથી. વ્યવ્હારિક જીવનમાં પણ ઘડિયાળ્નઓ સમયથી પાછળ ચાલવુ અનેક વાર મુશ્કેલીનુ કારણ બની શકે છે. તેથી ઘડિયાળને હંમેશા યોગ્ય સમય પર મુકો.

ઘડિયાળ ક્યા લગાવશો ?


P.R
ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશાવાળી દિવાલ પર ન લગાવશો. દક્ષિણ દિશાને ફેંગશુઈ અને વાસ્તુ બંનેમાં શુભ નથી માનવામાં આવતી. કારણ કે આ યમની દિશા હોય છે. વિજ્ઞાનના મુજબ આ દિશામાં નેગેટિવ એનર્જી હોય છે દક્ષિણ દિશાની દિવાલ પર ઘડિયાળ હોવાથી વારેઘડીએ તમારુ ધ્યાન આ દિશા તરફ જશે. તેનાથી વારેઘડીએ દક્ષિણ દિશાની નકારાત્મક ઉર્જા તમે પ્રાપ્ત કરશો.

ફેંગશુઈ મુજબ ઘડિયાળણે ક્યારેય મુખ્ય દ્વારની ઠીક સામે અથવા દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ. તેનાથી ઘરની બહાર આવતી જતી વખતે આસપાસની ઉર્જા પ્રભાવિત થાય છે. જેના પરિણામ સ્વરૂપ તણાવ વધે છે. કેટલાક લોકો રાત્રે સૂતી વખતે ઘડિયાળ ઓશિકા નીચે મુકી દે છે. આવુ કરવાથી ઘડિયાળની ટિક ટિકથી ઊંઘ ખરાબ થાય છે.

આજકાલ જે પણ ઘડિયાળ આવે છે તે સામાન્ય રીતે બેટરીથી ચાલે છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી જે ઈલેક્ટ્રો મૈગ્નેટિક તરંગ નીકળે છે તેનો પ્રભાવ મસ્તિષ્ક અને હ્રદય પર પડે છે તેથી ફેંગશુઈની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ ઓશિકા નીચે ઘડિયાળ મુકવી યોગ્ય નથી.

ઘડિયાળની યોગ્ય દિશા


P.R
ઘડિયાળને દિવાલ પર લગાવવા માટે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશાને આદર્શ માનવામાં આવે છે. આ દિશાઓને પોઝિટિવ એનજ્રી આપનારી માનવામાં આવે છે. ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં ઘડીયાળ એ રીતે લગાવો કે રૂમમાં પ્રવેશતા જ ઘડિયાળ જોવા મળે. એ પણ ધ્યાન રાખો કે ઘડિયાળ પર ધૂળ માટી ન લાગેલી હોય. મધુર સંગીત ઉત્પન્ન કરનારી ઘડિયાળ ઘરના મુખ્ય હોલમાં લગાવવી જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

કંઈ ઘડિયાળ લકી છે

P.R
ઘડિયાળનો આકાર ફેંગશુઈમાં ઘણો મહત્વનો છે. તેથી જ્યારે પણ તમે ઘડિયાળ ખરીદી રહ્યા હોય તો એ વાતનુ ધ્યાન રાખો કે શુ તમારી ઘડિયાળ ફેંગશુઈ મુજબ તમારે માટે લકી છે. ફેંગશુઈ મુજબ અંડાકાર, ગોળ, અષ્ટભુજાકાર અને ષટભુજાકાર ઘડિયાળ ખૂબ જ શુભ હોય છે.