શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Updated : શનિવાર, 19 જુલાઈ 2014 (17:39 IST)

લાઈફસ્ટાઈલ - નાની નાની વસ્તુઓથી સજાવો રસોડું

લાઈફસ્ટાઈલ - નાની નાની વસ્તુઓથી સજાવો રસોડું

આધુનિક યુગમાં ઘરની ડિઝાઈનિંગના સમયે રસોડા પર  ખાસ ધ્યાન આપવામાં આવે છે કે  ક્યાં ગૈસ મૂકવી ,કયાં વાટર પ્યુરીફાયર રાખવું સારું રહેશે. ડિઝાઈનમાં વિશેષ ધ્યાન રખાય છે જેથી કરીને રસોડામાં વધારે સામાન આવી જાય અને તેના પર નજર પણ  ન જાય . રસોડું ખુલ્લુ ખુલ્લુ લાગે તેવુ હોવુ  જોઈએ. 
 
 ફેંગશુઇ મુજબ દક્ષિણ અને પૂર્વ દિશા રસોડા માટે સૌથી પરફેક્ત સ્થાન છે. કારણ કે બન્ને દિશાઓ પ્રકાશ અને વાયુનું  પ્રતિનિધિત્વ કરે છે. રસોડુ પ્રવેશદ્વાર સામે ન હોવું જોઈએ. ફેંગશુઈ અનુસાર રસોડું બનાવવા માટે કેટલાક નિયમો : -
 
1  રસોડામાં એલપીજી, સિંક અને રેફ્રિજરેટર  રસોડામાં ત્રિકોણાકાર હોવું જોઈએ. 
 
2.રસોડામાં સંતુલન રાખવા લાકડી તત્વની અછત પૂરી પાડવા બારી પાસે છોડ લગાવવા. 
 
3 જ્યાં સુધી શક્ય હોય તો રસોડાનું  બારણું ખુલ્લુ ન રાખવુ. . 
 
4.રસોડામાં વધારે  વિદ્યુતના ઉપકરણો ન રાખવા . 
 
5 રસોડામાં ગેસ ખૂબ મહત્વનો હોય છે તેથી તેની સ્વચ્છતાની યોગ્ય કાળજી રાખવી . 
 
6 છરીઓ અને કાતરને દિવાલ પર ન લટકવવા. 
 
7.તૂટી ગયેલ અને ઉપયોગમાં ન આવતા વાસણો,વાસી ખોરાક રસોડામાં ન રાખવા. આ વસ્તુઓ શક્ય હોય એટલા ઝડપથી ,રસોડામાંથી દૂર કરો.