ઘરમાં મુકો ફેંગશુઈ કાચબો

વેબ દુનિયા|
P.R

- ડ્રેગન મોઢાવાળો કાચબો સૌભાગ્યનુ પ્રતિક છે. તેથી તેને બેડરૂમમાં ન મુકો. તેને બેઠક હોલમાં મુકો. જો આ પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો ખૂબ જ સારુ કહેવાશે.

- ફેંગશુઈથી વાસ્તુદોષ નિવારણમાં કાચબો બીજા નંબરે આવે છે. આવામાં તમારા ઘરમાં જો કાચબો હોય તો સમજો કે તમને બીમારી અને દુશ્મનોથી છુટકારો મળી ગયો છે.
- ડ્રેગન કાચબો ઘરમાં મુકવાથી ઘરની શાંતિ જળવાય રહે છે, પરિવારમાં પ્રસન્નતા રહે છે.

- ફેંગશુઈ મુજબ ઘરમાં કાચબો રાખવાથી પરિવારજનોની આયુષ્ય વધે છે. ફેંગશુઈ પ્રમાણે ઘરમાં કાચબો હોવો શુભ અને લાભકારી છે. એટલું જ નહીં, તે સૌભાગ્યમાં પણ વૃધ્ધિ કરે છે. તેથી જ ઘરમાં અથવા કામના સ્થળે અસલી અથવા ધાતુનો કાચબો રાખવો.
- કાચબાને ગમે ત્યાં રાખી શકાય નહીં. તેને પાણી ભરેલા બાઉલમાં મૂકો. આ બાઉલ ઘરની ઉત્તર દિશામાં મૂકો. ફેંગશુઈમાં કાચબાને મૂકવા માટે ઉત્તર દિશા શુભ મનાય છે.

- ફેંગશુઈ પ્રમાણે ઉત્તર દિશામાં તમારો બેડરૃમ હોય તો ત્યાં બેડરૃમમાં પાણી ભરેલો બાઉલ મૂકવો અશુભ હોય છે. આવી સ્થિતિમાં તમે ધાતુનો કાચબો રાખી શકો છો.


આ પણ વાંચો :