મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By નઇ દુનિયા|

ઘરમાં મુકો અને ફર્ક જુઓ...

N.D
* શિવલીંગ અને આકડાના મૂળની ગણેશજીની મૂર્તિ તમે તમારા ઘરમાં રાખી શકો છો. આની પૂજાનું વિશેષ મહત્વ છે.

* ક્રિસ્ટલ એટલે કે પારદર્શક કાચના બોલથી બનાવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સૌભાગ્ય વૃધ્ધિ માટે ઘરમાં શુભ સ્થળો પર મુકવાથી લાભ થાય છે.

* માછલી પરીક્ષામાં સફળતા, નોકરીમાં પદોન્નતિ તેમજ ઉપલબ્ધીની પ્રતિક માનવામાં આવે છે.

* ફેંગશુઈ અનુસાર હાસ્ય વેરતાં બુધ્ધને ઘરમાં રાખવાથી પરિવારના સદસ્યોને પ્રસન્નતા અને હાસ્ય પ્રદાન થાય છે તેમનું હાસ્ય આપણને તે સંદેશ આપે છે કે ક્યારેય પણ દુ:ખી ન થશો હંમેશા પ્રસન્ન રહો.

* ફેંગશુઈમાં દર્પણનો પ્રયોગ પણ ઉપયોગી છે. આ આપણા ઘરની અંદર આવતાં ખરાબ પ્રભાવોને દૂર કરે છે. આને બારીની પાસે લટકાવીને રૂમની અંદર પ્રાકૃતિક પ્રકાશ અને વધારે ઉર્જા મેળવી શકાય છે.

* દર્પણને ક્યારેય પણ પોતાના બેડની પાસે ન રાખશો.