શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ફિશ દ્વારા મેળવો વાસ્તુદોષથી મુક્તિ

N.D
આપણે ઘરને અવનવી રીતે સજાવીએ છીએ. ફિશ એકવેરિયમ દ્વારા તો ઘરની શોભાને ચાર ચાંદ લાગી જાય છે. પણ શુ આપ જણો છો કે ફિશ એક્વેરિયમ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું પણ ઘરના વાસ્તુદોષ પણ સમાપ્ત કરે છે. ફેંગશૂઈ પ્રમાણે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

આમ તો માછલીઓ પાળવાના આજે અવનવા એકવેરિયમ નીકળ્યા છે અને બજારમાં અનેક રંગબેરંગી, નાની મોટી માછલીઓ મળી રહે છે. પરંતુ ઘરમાં એક નાના એક્વેરિયમમાં સોનેરી માછલીઓ પાળવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે. ફેંગશૂઈમાં માછલી સફળતા અને વ્યવસાયનું પ્રતિક માનવામાં આવે છે. સામાન્ય રીતે એક્વેરિયમમાં આઠ માછલીઓ ગોલ્ડન અને બ્લેક રંગની હોય છે. જો કોઈ ગોલ્ડફિશ જાય તો સમજો કે ઘરમાં કોઈ મુસિબત તેને પોતાના માથે લઈ લીધી. તેણે તમારી ઘાત લઈ લીધી તેથી સોનેરી માછલીનું મરવું અપશુકનિયાળ નથી હોતુ.

એક્વેરિયમને મુખ્ય દ્વારા-દરવાજાની નજીકમાં ન રાખવું જોઈએ. ઉત્તર-પૂર્વ ભાગ ધનસંપત્તિનો તથા સમૃદ્ધિદાયક ભાગ છે. તે જળતત્વનું પ્રતીક છે. આ ભાગમાં એક્વેરિયમ રાખવું ઉત્તમ અને શુભ હોય છે. આ સમૃદ્ધિ, સંપત્તિ અને સફળતા આપે છે.