બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈ ટીપ્સ : તમારા ઘરમાં ડ્રેગન ક્યા અને કેવી રીતે મુકશો

W.D
બે ડ્રેગનની જોડી સમૃદ્ધિનું પ્રતિક છે. તેમના પગના પંજામાં વધુ મોતી સૌથી વધુ ઉર્જાનો સંચાર કએ છે. ફેંગશુઈમાં ડ્રેગનને ચાર દિવ્ય પ્રાણીઓમાં ગણવામાં આવે છે. ડ્રેગન મતલબ પુરૂષત્વ, હિમંત અને બહાદુરીનુ પ્રતિક છે, ડ્રેગનમાં અપાર શક્તિ હોય છે.

ડબલ ડ્રેગન આમ તો કોઈ પણ દિશામાં મુકી શકાય છે. પરંતુ પૂર્વ દિશામાં મુકવો સૌથી વધુ ફાયદાકારી છે. ચીની સંસ્કૃતિ અને ફેંગશુઈમાં ડ્રેગનને ખૂબ સન્માન આપવામાં આવે છે અને તેને શુભ માનવામાં આવે છે.

- ચીની ડ્રેગનને શક્તિ, સારુ ભાગ્ય અને સન્માનનુ પ્રતિક માને છે. ડ્રેગન એક કિમતી કાસ્મિક 'ચી'થી બને છે, જેને 'શેંગ ચી' પણ કહે છે, જેને ઘર અને કાર્યસ્થળ પર ભાગ્ય સાથ આપે છે.

- આ ડ્રેગન લાકઈ, સૈરમિક અને ધાતુમાં મળે છે. લાકડીના ડ્રેગનને દક્ષિણ - પૂર્વ કે પૂર્વમા, સૈરેમિક, ક્રિસ્ટલના ડ્રેગનને દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પૂર્વ કે ઉત્તર પશ્ચિમમાં મુકવો જોઈએ.

- વિદ્યાર્થીઓ તેને પોતાના અભ્યાસના ટેબલ પર મુકે. ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં તેને મુકવાથી સારા સલાહકાર, મિત્રો અને સારુ નેતૃત્વ કરનારા મિત્રો મળશે.

એક વાતનુ ધ્યાન રાખો કે ડ્રેગનને ઉંચી જગ્યાએ મુકજો પણ આંખના સ્તરથી વધુ ઉંચા નહી. એક્વેરિયમ કે કુત્રિમ ફાઉંડેશનની પાસે મુકવાથી ભાગ્ય વધુ સાથ આપે છે.