ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈ મુજબ તમારો લીવિંગ રૂમ

N.D

કેટલાક મૂળ ફેરફારો તમે કરશો તો તમે ફેંગશુઈ મુજબનો લીવિંગ રૂમ મેળવી શકશો. લીવિંગ રૂમ એવો હોવો જોઈએ કે જે આવનાર મહેમાનને આરામદાયક અને વાતચીત માટે સકારાત્મક લાગે.

સૌ પહેલા તો તમારા લીવિંગ રૂમના સોફા અને ખુરશીની દિશા ચકાસો. સોફા કે ખુરશીની દિશા દરવાજા સામે આવે તે રીતની હોવી જોઈએ. જે લોકો ફેંગશુઈવાળા લિંવિંગ રૂમમાં બેસે તેમને તેઓ જ્યાથી આવ્યા તે દરવાજો તો દેખાવવો જોઈએ. બેઠક વ્યવસ્થા ક્યારેય દરવાજા તરફ બેસનારની બેક સાઈડ આવે તે પ્રકારની ન હોવી જોઈએ. સોફાની સામે જ ખુરશી ગોળાકારમાં ગોઠવેલી હોવી જોઈએ.

લીવિંગ રૂમના ખૂણા લાઈટ કલરના કોમ્બીનેશન દ્વારા અલગ લાગવા જોઈએ. ખૂણામાં મોટા પ્લાંટ્સ, મિરર અથવા બ્યુટીફુલ લેમ્પ પણ લગાવી શકાય છે. જો આવા ખૂણાંઓને વ્યવસ્થિત રીતે મૂકવામાં ન આવે તો તો આપણું મન વારેઘડીએ ત્યાં જ જઈને અટકે છે.

ફેંગશુઈ પ્રમાણે ટીવી ક્યારેય લિવીંગ રૂમના સેંટરમાં ન હોવુ જોઈએ. કારણ કે તેના કારણે આવનાર વ્યક્તિ આરામથી પોતાની વાત કહી શકતો નથી.

ફેંગશુઈ પ્રમાણે લીવિંગ રૂમમાં અરીસો હોવો ખૂબ જ સારો ગણાય છે. કારણે કે તેના ઘણા ફાયદા છે. કારણ કે તે લાઈટને પરાવર્તિત કરે છે. અરીસો રૂમ મોટો હોવાનો આભાસ કરાવે છે. અરીસો જો યોગ્ય સ્થાન પર મૂક્યો હોય તો તેના દ્વારા બેઠક વ્યવસ્થા સ્થાનેથી દરવાજા પર નજર રાખી શકાય છે.

ફેંગશુઈ મુજબ લીવિંગ રૂમમાં મુકવામા આવેલ ટેબલ મજબૂત હોવુ જોઈએ. આ ટેબલ આરોગ્ય સૂચક હોય છે તેથી તે નીટ અને ક્લીન હોવુ જોઈએ. તેના પર નેચરલ ફ્લાવર કે પ્લાંટ્સ મૂકવા આવનાર મહેમાનોના આરોગ્યની દ્રષ્ટિએ સકારાત્મક હોય છે.