ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈ : સુખી દાંમ્પત્ય જીવન માટે ફેંગશુઈ ટિપ્સ

P.R
જીવનમાં પરસ્પર સંબંધોમાં મધુરતા અને તાલમેલ કાયમ રહે તો બીજુ શુ જોઈએ ? તમારા સંબંધો કાયમ સારા બની રહે એ માટે અહી અમે કેટલીક ફેંગશુઈ ટિપ્સ બતાવી રહ્યા છીએ...

- ફેંગશુઈ મુજબ જો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમમાં હોય તો તમારા સંબંધોમાં મધુરતા કાયમ રહે છે

- તમારો બેડ બારીને અડીને ક્યારેય ન રાખશો, આનાથી સંબંધોમાં તણાવ ઉભો થાય છે અને પરસ્પર અસહયોગની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. જો આવુ શક્ય ન હોય તો તમારા ઓશિકા નીચે અને બારી વચ્ચે પડદાં જરૂર નાખો. નકારાત્મક ઉર્જા સંબંધો પ અસર નહી કરી શકે.

- એવી વસ્તુઓનો વપરાશ કરવાનું ટાળો જે સંબંધોમાં અલગતા દર્શાવે છે અગાશી પર બીમ હોવી અથવા તો બે જુદા મેટ્રેસનો ઉપયોગ પણ જુદાપણું બતાવે છે.

-નવ દંપત્તિ માટે બેડ(ગાદી, ચાદર વગેરે) પણ નવુ હોવુ જોઈ. જો આવુ શક્ય ન હોય તો કોશિશ કરો કે એવી ચાદરનો પ્રયોગ બિલકુલ ન થાય કે જેમા કાણાં પડેલ અહોય. જે પલંગ પર દંપત્તિ સૂતુ હોય તેના પર બીજા કોઈને ન સૂવાં દો.

- તમારા બેડ નીચે કોઈ પણ સામાન ન મુકો, જગ્યા ખાલી રહેવા દો. આનાથી તમારા બેડની ચારેબાજુ સકારાત્મક ઉર્જા કોઈપણ અવરોધ વગર પ્રવાહિત થશે.
ફેંગશુઈ ટિપ્સ, સુખી દાંમ્પત્યજીવન માટે, બેડરૂમ કેવો રાખશો. પતિ પત્નીના મધુર સંબંધો માટે, બેડરૂમ આ રીતે સજાવો, - પ્રવેશ દ્વારવાળી દિવાલની સાથે જો તમ્ને તમારો બેડ રાખ્યો હોય તો તેને દૂર કરો. આનાથી સંબંધોમાં કડવાશ આવે છે.

- એ દિવાલ તરફ બેડ ન મુકશો જેની બીજી બાજુ બાથરૂમ કે ટોયલેટ હોય અને ના તો એવી જગ્યાએ બેડ મુકો જ્યાથી બાથરૂમ કે ટોયલેટનો દરવાજો સામે જ દેખાતો હોય. જો એવુ હોય તો તેનો દરવાજો હંમેશા બંધ જ રાખવો જોઈએ. તેની નકારાત્મક ઉર્જા સંબંધો પર વિપરિત અસર નાખે છે.

- બેડની સામે કે ક્યાય પણ એવા સ્થાન પર કાચ ન મુકો જ્યાથી તમને બેડનુ પ્રતિબિંબ દેખાતુ હોય. તેનાથી સંબંધોમાં દરાર આવી જાય છે અને તમે અનિદ્રાનો શિકાર થઈ શકો છો. જો આને ટાળી ન શકાય તો કાચ પર પડદો નાખી રાખો.

- બેડરૂમમાં કોઈ યંત્ર ટીવી, ફ્રિજ કે ક્મ્પ્યુટર ન મુકો, કારણ કે તેમાથી નીકળનારા હાનિકારક તરંગો શરીર પર દુષ્પ્રભાવ નાખે છે. જો ટીવી મુકવુ જ પડે તો તેને કેબિનેટની અંદર કે પછી ઢાંકીને રાખો. જ્યારે ટીવી ન ચાલતુ હોય ત્યારે કેબિનટનું શટર બંધ રાખો.

P.R
- પતિ-પત્ની વચ્ચે પ્રેમને વધારવા માટે દક્ષિણ-પશ્ચિમ રૂમમાં કાંચ કે સિરામિક પોટમાં નાના નાના પત્થર અથવા ક્રિસ્ટલ્સ નાખીને લાલ રંગની બે મીણબત્તીઓ સળગાવો. તેનાથી સકારાત્મક ઉર્જા ફેલશે અને તમારી જોડી સલામત રહેશે.

- દાંમ્પત્ય જીવનની પ્રગાઢતા વધારવા માટે પલંગ નીચે જ્યા તમે તમારા પગ ટેકવો છો તેની નીચે પવિત્ર ક્રિસ્ટલ બોલ અથવા ક્રિસ્ટલ મુકો.

- પ્રેમ વધારવા માટે સિરામિકથી બનેલ બિંડ ચાઈમ્સનો પ્રયોગ કરો.

- બેડરૂમ કાયમ સજાવીને મુકો, અહી ફાલતુ સામાન એકત્ર ન થવા દો. ધ્યાન રાખો કે અહી સાઈડ ટેબલ પર કોઈ પણ વસ્તુ ધૂળવાળી, વેરવિખેરેલી કે ગમેતેમ મુકેલી ન હોવી જોઈએ.

- લવબર્ડ, મૈડરેન ડક જેવા પક્ષી પ્રેમના પ્રતિક હોય છે. તેની નાની મૂર્તિઓની જોડી તમારા બેડરૂમમાં મુકો.

-પતિ-પત્નીના પ્રતિક રૂપે રૂમમાં બે સુંદર સજાવેલા કુંડા મુકો.

- બેડરૂમમાં પતિ-પત્નીવાળી પેંટિગ ન મુકો તેના બદલે રોમાંટિક કલાકૃતિ, યુગલ પક્ષીની તસ્વીર લગાવો

- જો તમને લાગે કે તમારો પેમ છિનવાય રહ્યો છે તો તમે તમારા રૂમમાં શંખ કે સીપ મુકવુ ન ભૂલશો

- જો તમારું દાંમ્પત્ય જીવન આર્થિક પરિસ્થિતિને લીધે સંકટમાં આવ્યુ હોય તો એક સુંદર બાઉલમાં પવિત્ર ક્રિસ્ટલને ચોખાના દાણા સાથે મિક્સ કરીને મુકો.

જો તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશો તો ચોક્કસ રૂપે તમારું દાંમ્પત્યજીવન લાંબુ ટકનારુ અને પ્રેમભર્યા સંબંધોથી ભરપૂર રહેશે.