શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

લાફિંગ બુઢ્ઢા લાવશે ઘરમાં પૈસા જ પૈસા

N.D
ઘરમાં ઘન, સુખ અને સમૃદ્ધિ વધારવા માટે ફેંગશુઈમાં ઘણા યોગ્ય ઉપાય આપવામાં આવ્યા છે. જેણે અપનાવાથી નિશ્ચિત જ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. મુખ્યત: રીતે ફેંગશુઈ ચીની વાસ્તુશાસ્ત્રને કહેવામાં આવે છે, પરંતુ તેના ફાયદાને જોતા દરેક ભારતમાં પણ આનુ પ્રચલન ખૂબ જ વધી ગયુ છે.

ફેંગશુઈ મુજબ લાફિંગ બુઢ્ઢાની મૂર્તિ આજના આ યુગમાં સુખનો પર્યાય બની ગઈ છે. આ મૂર્તિને મોટાભાગે ઘરમાં મુખ્યદ્વારની સામે લોબી કે બેઠક રૂમમાં મુકી શકાય છે.


- મૂતિનુ મોઢુ હંમેશા મુખ્ય દરવાજાની સામે થોડી ઉંચાઈ પર એ રીતે સ્થાપિત કરો કે તે ઘરમાં પ્રવેશ કરતા સામે જ જોવા મળે.

- આ સકારાત્મક ઉર્જાનુ પ્રતિક હોય છે. તેનો હસતો ચેહરો ઉર્જાનું પ્રતિક છે.

- આ મૂર્તિને બેડરૂમ, રસોડુ કે બાથરૂમ અને ટોયલેટમાં મુકાતી નથી

- લાફિંગ બુઢ્ઢાની વિશેષ માન્યતા એ છે કે આને ખરીદવી જોઈએ નહી, તે ભેટમાં મળે એ જ સારુ છે.

- લાફિગ બુઢ્ઢા ઘરમાં મુકવો એ સૌભાગ્ય પ્રસિદ્ધિ અને સંતુષ્ટીનુ સૂચક છે. તેને જોતા જ ચેહરા પર હાસ્ય આવી જાય છે.

- વુલુની સાથે લઈને લાફિંગ બુઢ્ઢા ઘણા રંગોમાં મળે છે, પરંતુ આ સૌથી વધુ મરૂણ રંગમાં પસંદ કરવામાં આવે છે. તેની પીઠ પર લટકી રહેલ લાકડીમાં ધનની પોટલી પણ છે.

- લાફિંગ બુઢ્ઢા ઘરમાં સારુ ભાગ્ય અને તંદુરસ્તીનુ પ્રતિક છે. બુઢ્ઢા ઘરના લોકોને પરેશાન નથી થવા દેતો. પરંતુ મુશ્કેલીઓને સુખમાં બદલી નાખે છે.