ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : ગુરુવાર, 12 માર્ચ 2015 (17:38 IST)

ચૈત્ર નવરાત્રિમાં છહ દિવસ રહેશે શુભ સંયોગ, જાણો ક્યારે કરવી પૂજા

ચૈત્ર નવરાત્ર 21 માર્ચથી શરૂ થશે આ વખતે નવરાત્રિ નવની  જગ્યાએ આઠ દિવસ જ રહેશે. નવરાત્રિમાં તૃતીયા તિથિનો  ક્ષય થઈ જવાથી એક નવરાત્રિ ઓછી રહેશે. નવરાત્રિનું ઘટવું અશુભ ગણાય છે. પરંતુ આ વખતે ચૈત્ર નવરાત્રિ આઠ દિવસમાંથી છહ દિવસ શુભ સંયોગ લઈને આવી રહ્યા છે. જયોતિષાચાર્ય મુજબ શનિવારથી નવરાત્ર શરૂ થશે જે શ્રેષ્ઠ અને સમૃદ્ધિ કારક રહેશે. સાથે જ ગ્રહચાલની દ્રષ્ટિએ દેવગુરૂ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેશે. આ સમયે શનિવારથી નવરાત્રમાં 28 માર્ચે  રામનવમીનો તહેવાર ધૂમધામથી ઉજવાશે. બીજા દિવસે સંયોગથી 29 માર્ચ રવિપુષ્યનો ખાસ સંયોગ આવી રહ્યો છે. રવિ પુષ્ય યોગ સંપૂર્ણ  દિવસ-રાત રહેશે. આની સાથે રવિયોગ અને સવાર્થ સિદ્ધિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે. 
 
દિવસ રાત થશે સમાન 
 
આ સમયે નવરાત્ર સ્થાપના દિવસે 21 માર્ચના દિવસ-રાત સરખા રહેશે. સૂર્યોદય સવારે 6.34 થશે અને સોર્યાસ્ત 6.34 વાગ્યે જ થશે. એટલે દિવસ રાતનો સમય 12-12 કલાક ના થશે. આ સ્થિતિ ઘણા વર્ષો બાદ આવી રહી છે.  
 
નવરાત્રના આઠમાંથી છ દિવસ રહેતા સુયોગમાં કોઈ પણ શુભ કાર્ય કરવું અને વાહન, સ્વર્ણ આભૂષણ પ્રોપર્ટીનો લેવડ-દેવડ કરવી શ્રેષ્ઠ રહેશે. 
 
ઘટસ્થાપનાનું  શુભ મૂહૂર્ત 
 
ઘટસ્થાપના માટે દેવી પુરાણ મુજબ સવારનો સમય ઉત્તમ છે. આથી સવારે દ્વિસ્વભાવ લગ્નમાં ઘટ સ્થાપના કરવી જોઈએ. 21 માર્ચ સૂર્યોદય 6.34 વાગ્યે થશે અને દ્વિસ્વભાવ મીન લગ્ન સવારે 7.44 વાગ્યે સુધી રહેશે. આથી 6.34 વાગ્યેથી 7.44 વાગ્યા સુધી ઘટ સ્થાપના કરવી શુભ રહેશે. આ સિવાય અભિજીત મૂહૂર્તમાં બપોરે 12.10 થી 12.58 થી સાંજે 5.04 વાગ્યે સુધી ચર , લાભ અને અમૃત ચોઘડિયામાં પણ ઘટ સ્થાપના કરી શકો છો. 
 
 
કયા  દિવસે કેવો સંયોગ 
 
22 માર્ચ : સર્વાર્થસિદ્ધિ યોગ 
23 માર્ચ : રવિ યોગ 
24 માર્ચ : સર્વાર્થસિદ્ધિ યોગ  અને કુમાર યોગ, રવિયોગ
25 માર્ચ : સર્વાર્થસિદ્ધિ યોગ , કુમાર યોગ, રવિયોગ, રાજયોગ 
27 માર્ચ : રવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ
28 માર્ચ : રવિયોગ
29 માર્ચ : રવિપુષ્ય યોગ અને  રવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ