મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. ગાંધીનગર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 જુલાઈ 2022 (13:38 IST)

નવજાત જન્મેલા બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકી ત્યજી દેવાયું

A newborn baby was abandoned in a plastic bag
ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઇવે ઉપર તારાપુર પાસે સવસ રોડની બાજુમાં આજે સવારના સમયે એક નવજાત બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકીને વાલી વારસો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પાસે કામ કરતા ખેડૂતોને જ્યારે બાળકના રડવાનો અવાજ આવતા તપાસ કરી તો એક પ્લાસ્ટીકની કોથળીમાં બાળક મળી આવ્યુ હતુ.  તેથી તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા આ બાળકને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. 
 
આ ઘટના અંગે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા ગુનો દાખલ કરીને બાળકના વાલી વારસોની શોધખોળ પણ શરૃ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની સાથે નસગ હોમમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી જેના વાલીવારસોને પણ હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.