ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : મંગળવાર, 22 સપ્ટેમ્બર 2015 (14:48 IST)

ગજાનન ઉતર્યા ધરતી પર !! જો ગણેશજી ધરતી પર આવે તો.. ?

ગણપતિ પડ્યા વિચારમા... 
ગણેશજી ઘરતી પર આવ્યા તો ખરા પણ આવતા જ વિચાર કરવા માંડ્યા કે આ ધરતી પર આમ કેમ ?

PR P.R

 
નક્કી હાલ કંઈક ચાલી રહ્યુ છે ખરૂ ?

ગણપતિ : મૂષક, આ ધરતી પર  દરેક્ ગલી મહોલ્લામાં આ મંડપ કેમ  સજાવવામાં આવ્યો  છે. કંઇક પ્રસંગ હોય તેવું લાગે છે,
મૂષક : ભગવાન અહી ગણેશોત્સવ ચાલી રહ્યો છે.    
ગણપતિ : હા, એટલે મંદિરમાં આટલી બધી ભીડ છે. લોકો પૂજા અર્ચના કરી રહ્યા છે. બાકી તો......લોકો પાસે ભગવાન માટે પણ ટાઈમ ક્યા છે.. !! 

  Satish Trivedi

 
દુનિયા બનાવનારા લઈ રહ્યા છે દુનિયાની ખબર

ચાલો, પહેલા જોઈએ આ દુનિયામાં શુ ચાલી રહ્યુ છે, મેં બનાવેલા મને ક્યાં ક્યાં બનાવી રહ્યા છે....જરા નજર તો ફેરવી લઉ...
  Satish Trivedi

 
ચાલો થોડી સંગીત આરાધના કરીએ,,,

બાપ..રે બાપ..., આ દુનિયામાં તો ભૈ ભારે ટેન્શન, લાવ થોડુ ઓછું કરૂ. એ મૂષક લાવ કંઇ વગાડવાનું....
મહારાજ તબલા પડ્યા છે લાવુ.....

લાવ કંઇ નહી તો તબલા વગાડીએ.....મોંઘવારીએ તો ભૈ ભારે કરી......
  Satish Trivedi

 
તૂ રંગાઇ જાને રંગમાં....

ચાલ ભાઈ મુષક આજે આ દુનિયાના રંગમાં આજે આપણે પણ રંગાઈ જઈએ. ધુળેટી રમીએ અને કોઈ આવે તો રંગી નાખીએ.. 
..
PR satish trivedi

 
બહુ ભૂખ લાગી છે...લાવ જરા જમી લઉ...
આ દુનિયા ભ્રમણ કરતાં તો બહુ થાક લાગે છે. બહુ ભૂખ લાગે છે. દસ મિનિટ પહેલા જ ખાધુ હતું ત્યાં તો વળી ભૂખ લાગી ગઇ...અરે મૂષક...જલ્દી લાવ કકડીને ભૂખ લાગી છે....અહી તો મારે રોજ ચા બ્રેડ વધુ ખાવી પડી રહી છે...  
  Satish Trivedi


 
ગણપતિ રમી રહ્યા છે દાંડિયા 

ચાલો આવ્યો રે માતાજીની આરાધના કરવાનો પ્રસંગ આવ્યો... હુ પણ રમી લઉં થોડા દાંડિયા મારા મિત્રોને સંગ..  


  Satish Trivedi

 
લાવ થોડું કલા સર્જન કરી લઉ...

આ જગત તો ભાઈ  ડગલેને પગલે વિટંબળાઓ છે. લાવ કંઇક નવિન સર્જન કરતો જાઉ....મનુષ્યને સુધાર માટે કંઇક કરતો જાઉ....
  Satish Trivedi

 
ભક્તોની ધરાવેલી પ્રસાદી ખાઇ ખાઇ વજન વધ્યું...
અહીંના ભક્તો બહું પ્રેમાળ છે. ભલે બહાર કોઇને ના આપે, મંદિરમાં તો રોજ નવી પ્રસાદી લાવે છે, આ પ્રસાદી ખાઇને મારુ તો વજન વધી ગયું હોય તેમ લાગે છે. હવે ઉતારવુ તો પડશે જ .. લાવ થોડું ઉતારી લઉ
  Satish Trivedi


હે સુખકર્તા દુ:jખહર્તા..  હવે તો તમે જાતે જ જોઈ લીધી આ દુનિયા અને ભક્તોના દુખ સમજી ગયા હશો... ભક્તોના દુખ દૂર કરજો અને સૌને સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ આપજો..  

ગણપતિ બાપ્પા મોરિયા..  .