શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશોત્સવ
Written By
Last Modified: સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (10:43 IST)

શ્રી ગણેશ વિસર્જન ક્યારે કરશો, વાંચો શુભ મુહુર્ત

10 દિવસીય ગણેશોત્સવ સમાપનની વેલામાં છે. પરંપરા મુજબ શ્રી ગણેશનું વિસર્જન અનંત ચતુર્દશીમાં હશે.  મત-મતાંતરથી 2014માં સ્થાપિત શ્રી ગણેશનુ વિસર્જન તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ થશે. દેશભરના વિવિધ પંડિતો અને જ્યોતિષી સાથે ચર્ચા ઉપરંત આ સુનિશ્ચિત થયુ છે ક
10 દિવસીય ગણેશોત્સવ સમાપનની વેલામાં છે. પરંપરા મુજબ શ્રી ગણેશનું વિસર્જન અનંત ચતુર્દશીમાં હશે.  મત-મતાંતરથી 2014માં સ્થાપિત શ્રી ગણેશનુ વિસર્જન તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ થશે. દેશભરના વિવિધ પંડિતો અને જ્યોતિષી સાથે ચર્ચા પછી કાઢવામાં આવ્યુ છે કે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન શુભ અને મંગલકારી છે. 
 
- 8 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગીને 28 મિનિટથી લઈને સાંજે 8 વાગ્યા સુધી અમૃત ચોઘડિયુ છે. આ મુહુર્તમાં વિસર્જન અત્યંત કલ્યાણકારી છે. 
 
- 8 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગીને 32 મિનિટથી લઈને 11 વાગ્યા સુધી શુભનુ ચોઘડિયુ છે. જેમા વિસર્જન કરવાથી સુખ અને શાંતિ પ્રદાયક કહી શકાય છે. 
 
- બપોરે 2 વાગીને 8 મિનિટથી લઈને 3 વાગીને 40 મિનિટ સુધી ચરનું ચોઘડિયુ છે.  જેમા કરવામાં આવતુ વિસર્જન જીવનની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી મુક્તિ અપાવશે. 
 
- 3 વાગીને 40 મિનિટથી લઈને 5 વાગીને 12 મિનિટ સુધી લાભનો ચોઘડિયા છે. જેમા કરવામાં આવેલ વિસર્જન વેપારીઓ માટે શુભ છે. આ યોગમાં કરવામાં આવેલ વિસર્જન લાભ આપીને જશે.  
 
- સાંજે 5 વાગીને 12 મિનિટથી લઈને 6 વાગીને 44 મિનિટ સુધીનુ મુહુર્ત અમૃત ચોઘડિયાનુ છે. તેમા કરવામાં આવેલ શ્રી ગણેશ વિસર્જન ગૃહસ્થો માટે ખુશીઓનુ વરદાન આપીને જશે.  
 
- સાંજે 6 વાગીને 44 મિનિટથી લઈને 8 વાગીને 12 મિનિટ સુધી ચરનુ ચોઘડિયુ છે જે સામુહિક રૂપથી સ્થાપિત કરવામાં આવેલ શ્રી ગણેશ વિસર્જન માટે પરમ શુભકારી છે. 
 
- જે લોકો આ બધા શુભ મુહુર્તમાં શ્રી ગણેશ વિસર્જન ન કરી શકે તેમને માટે 8 સપ્ટેમ્બરનો અંતિમ વિસર્જન મુહુર્ત છે. રાત્રે 11 વાગીને 8 મિનિટથે એલઈને 12 વાગીને 36 મિનિટ સુધી. જોકે આ લાભનુ ચોઘડિયુ છે પણ આ મુહુર્તમાં શ્રી ગણેશ વિસર્જન વિશેશ મજબૂરી કે પરિસ્થિતિમાં જ કરવામાં આવે તો સારુ છે. નહી તો આ મુહુર્તને ટાળવુ યોગ્ય છે.  ઉપરોક્ત વર્ણિત દિવસના મુહુર્ત જ સર્વશ્રેષ્ઠ અને સર્વમંગલકારી છે.