શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશોત્સવ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (13:18 IST)

માટીમાંથી બનાવેલી મુર્તીઓ મોંઘી હોવાથી ભક્તો લેતા નથી

ગણેશ મહોત્સવ નજીક આવતા કારીગરો ગણેશ ભગવાનની મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યાં છે. માટીમાંથી બનાવેલી મુર્તીઓ પીઓપીમાંથી બનાવેલી મુર્તીઓ કરતા મોંઘી હોવાથી તેની ડિમાન્ડ ઓછી રહે છે. મોટાભાગે ગણેશ મહોત્સવનું આયોજનમાં જ માટીમાંથી બનાવેલી ઈકોફ્રેન્ડલી મુર્તીઓ હોય છે. બાકી મોટાભાગના લોકો પીઓપીમાંથી બનાવેલી મુર્તીઓજ ખરીદે છે. ગણેશ મહોત્સવમાં સૌથી મોટી ૧૬ ફુટ ઉંચાઈ ધરાવતી મુર્તી છે. ગણેશ મહોત્સવમાં અંદાજે ૧૦૦ થી પણ ઓછી મુર્તીઓ માટીમાંથી બનાવેલ ઈકોફ્રેન્ડલી ?. ગણેશ મહોત્સવ માટે માટીની મુર્તી બંગાળ અને ઓરિસ્સાના કારીગરો બનાવે છે. તેઓ દર વર્ષે જુન મહિનામાં અહીં આવી જાય છે અને ઓક્ટોબર મહિના સુધી રહે છે. શહેરમાં છેલ્લા ૪૦ વર્ષથી આવનાર બંગાળી કારીગર પાલભાઈ મુર્તીવાળા વાત કરતા જણાવે છે કે આ વર્ષે નાની મોટી સહિત અંદાજે ૪૦ મુર્તીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જેમાં સૌથી મોટી શાસ્ત્રી મેદાનમાં યોજાનાર ગણેશ મહોત્સવની ૧૬ ફુટની મુર્તી છે. માટીની મુર્તીઓ કારીગરો હાથેથી બનાવવામાં આવતી હોવાથી તેનો ભાવ વધુ હોવાથી તેની માંગ ઓછી રહે છે.

છેલ્લા ૩૦ વર્ષથી શહેરમાં મુર્તીઓ બનાવનાર અને અહીંજ સ્થાયી થયેલા ઓરીસ્સાના કારીગર શંભુનાથભાઈ વાત કરતા જણાવે છે છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતી પરિવારોમાં ગણેશ મહોત્સવનું મહત્વ વધ્યુ છે. ધીરે ધીરે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ માટીની મુર્તીઓનો ઓર્ડર માત્ર ગણેશ મહોત્સવનું આયોજન કરનારા જ આપે છે. બીજા બધા પીઓપીની મુર્તીઓ ખરીદે છે. મારી પાસે માટીમાંથી બનાવેલી રપ મુર્તીઓનો ઓર્ડર છે.