શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 એપ્રિલ 2014 (14:43 IST)

અમદાવાદ પૂર્વના ઉમેદવાર દિનેશ વાઘેલા સાથેની મુલાકાત

અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ વાઘેલાએ આજે વેબદુનિયા પોટલ સાથે વિશેષ મુલાકાત આપી હતી. 
 
અમદાવાદ પૂર્વના પ્રશ્નોને લઈને દિનેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, 66 વર્ષથી દેશની જનતાના સેવક નહીં માલિકો બનીને બેસી ગયા છે. છેલ્લા કેટલાય વર્ષથી ભાજપના હાથમાં ગુજરાતની કમાન છે પરંતુ અા વિસ્તારના ઉમેદવારો પ્રજા તરફ ધ્યાન આપતાં નથી.વધુમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાથી મલેલી સરકાર છે.
 
પૂર્વના પ્રશ્નો અંગેની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશનમાં આવતાં અને ગાંધીનગરથી 11 કિ.મી.ના અંતરે આવેલ મુઠીયા ગામમાં મોટાખાડા ખૈયાવાળા રસ્તાઓ, આરોગ્યના પ્રશ્નોમાં ખુલ્લી ગટરો, લાલ પાણી, ગટર અને ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી જે પીવા લાયક પાણીની પાઈલલાઈન સાથે ભળી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના જનતાએ મારી સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારો અમને ડરાવી ધમકાવીને વોટ મેળવે છે. 
 
દિનેશ વાઘેલાએ ભાજપના ઉમેદવાર વિશે જણાવતાં કહ્યું હતું કે જે ચાર ડગ ચાલી નથી શકતો તે એ વ્યક્તિ આગળ પ્રજાનો પ્રશ્નો શું હલ કરી શકશે? વધુમાં તેમણે સરકારી વિવિધ શાખાઓમાં ભરતી યોજીને ઉમેદવારોની પસંદગી ઉતારે છે. અને તેમાં પણ તેમને કોન્ટ્રાકટ પદ્ધતિથી રાખીને નજીવું વેતન આપવામાં આવે છે. 
અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસમાંથી હિંંમતસિંહ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ફિલ્મક્ષેત્રના કલાકાર પરેશ રાવલ આ બેઠક પરથી તેમની ઉમેદવારી નોંધાવી છે. જેમાં કોગ્રેસના ઉમેદવાર ભૂતપૂર્વ શહેરના મેયર રહી ચૂક્યા છે. અને રાજકારણ વિશેનો સારો અનુભવ પણ ધરાવે છે. 
 
આ જ બેઠક પર ભાજપનાે ગઢ ગણવામાં આવે છે પરંતુ પૂર્વ સાંસદ હરીન પાઠકને નારાજ કરીને આ સીટ પરેશ રાવલને આપવામાં આવી છે. આથી પૂર્વ સાંસદ અને તેના સાથી કાર્યકરોમાં પાર્ટી પ્રત્યે અસંતોષ દેખાઈ રહ્યાે છે. જો કે પ્રજાના પ્રશ્નો આ વિસ્તારમાં એવાને એવા જ છે. પ્રજાની રાવ છે કે આ વિસ્તારના સાંસદો એમનું સાંભળતા નથી. હવે દેખવાનું છે કે પ્રજા વિજયકળશ કોનો પર ઢોળે છે.