મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 22 એપ્રિલ 2014 (17:45 IST)

અલ્પશિક્ષિત ઉમેદવારો લોકોનાં માથે પડશે

લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો શિક્ષણની જોરશોરથી વાતો કરે છે પણ ખુદ રાજકીય નેતાઓ જ શિક્ષણથી વંચિત રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ઉમેદવારોની પસંદગીમાં યે રાજકીય પક્ષો શિક્ષણની વાતને કોરાણે મુકી દેતાં હોય તેમ હવે મતદારો અનુભવી રહ્યાં છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં શિક્ષિત ઉમેદવારોની સરખામણીમાં ઓછુ ભણેલાં ઉમેદવારોની સંખ્યા વધુ છે.

ગુજરાત ઇલેકશન વોચ કમિટીએ જાહેર કરેલાં રિપોર્ટ અનુસાર, ત્રણ ઉમેદવારો તો અભણ છે. ૨૩ ઉમેદવારો તો માત્ર લખી-વાંચી શકે છે.૪૯ ઉમેદવારો પાંચમુ ધોરણ પાસ છે.૪૨ ઉમેદવારો આઠમુ પાસ છે જયારે ૬૧ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ છે.૧૨મુ ધોરણ પાસ હોય તેવા ૪૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.૩૫ ઉમેદવારો ગ્રેજયુએટ છે તો ગ્રેજ્યુએટ પ્રોફેશનલ ઉમેદવારોની સંખ્યા ૩૮ છે.૨૫ ઉમેદવારો પોસ્ટ ગ્રેજયુએટ છે જયારે ૬ ઉમેદવારો ડોકટરેટ સહિતની પદવી ધરાવે છે. એક ઉમેદવારે શિક્ષણ વિશે એફિડેવિટમાં માહિતી આપી નથી.

આમ,આ વખતે લોકસભાની ચૂંટણી મેદાને ગ્રેજયુએટ,પોસ્ટ ગ્રેજયુએટ અને ડીગ્રી ધરાવતાં ઉમેદવારોની સંખ્યા ઓછી છે જયારે અભણ,ત્રણ-ચાર ચોપડી અને ધોરણ ૧૨ પાસ ઉમેદવારોની સંખ્યા વધુ છે.