ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 એપ્રિલ 2014 (10:11 IST)

ચૂંટણીપંચે અમિત શાહ પરથી રોક હટાવી

ચૂંટણીપંચે  ગુરૂવારે મોડી રાત્રે ભાજપા નેતા અને યૂપીમાં ચૂંટણી પ્રભારી અમિત શાહ પર જનસભાઓ અને રોડ શો પર લાગેલી રોક હટાવી દીધી. આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવાના પર આયોગે 11 એપ્રિલને અમિત શાહ પર આ રોક હટાવી લીધી. ચૂંટણી પંચે તેમને આગળ આચારસંહિતાનુ પાલન કરવાની સલાહ આપી છે. 
 
ચૂંટણી પંચે આ સંબંધમાં એક પત્ર રજૂ કર્યો છે. જેમા કહેવામાં આવ્યુ છે કે આયોગ શાહની જનસભાઓ, રોડ શો અને રેલીઓ પર વીડિયો રેકોર્ડિંગ દ્વારા ખાસ નજર રાખશે. ચૂંટણી પંચે તેના મુજબ શાહને બીજી તક એ આધાર પર આપવામાં આવી રહી છે કે તેમણે ભવિષ્યમાં આચાર સંહિતાનુ ઉલ્લંઘન ન કરવાની પ્રતિબદ્ધતા બતાવી હતી. જો કે સપા નેતા આઝમ ખા ને કોઈ રાહત નથી આપવામાં આવી. શાહની સાથે આયોગે આઝમની રેલીઓ અને જનસભાઓ પર રોક લગાવી હતી.