શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By મુંબઈ|
Last Modified: સોમવાર, 14 એપ્રિલ 2014 (15:46 IST)

મોદીના લગ્નની ચર્ચા છોડીને કોંગ્રેસ રાહુલના લગ્નની ચિંતા કરે - ઉદ્ધવ ઠાકરે

:
શિવસેનાનું સમાચાર પત્ર સામનામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ હુમલો કર્યો છે. આ હુમલો રાહુલ ગાંધીએ કરેલી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનને લઈને તેમના વૈવાહિક જીવન બાબત પર ટિપ્પણી કરતા કર્યો હતો.
 
સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના કેટલાક નેતા પોતે મહિલાઓના વિરૂદ્ધ અપરાધોના મામલાઓમાં જેલમાં બંધ છે, તેમ છતાંય નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દાને ઉઠાવનાર કોંગ્રેસીઓને મૂર્ખ ગણાવતા લખ્યું છે કે મોદીના લગ્ન પર ચર્ચા કરવાની જગ્યાએ તેમણે રાહુલના લગ્નની ચિંતા કરવી જોઈએ.
 
શિવસેનાના સમાચાર પત્રમાં લગ્ન વિવાદને લઈને નરેન્દ્ર મોદીનો બચાવ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસના રાજકીય ગુંડાઓ અને નેતાઓને હજી સુધી કેટલીય મહિલાઓને ફસાવીને તેમની જિંદગી બગાડી નાખી છે. લગ્ન અને પદની લાલચ આપીને ખોટું બોલ્યા છે. કેટલાક કોંગ્રેસી રેપ અને મહિલાઓ પર અત્યાચાર જેવા મામલાઓમાં જેલમાં બંધ છે. ત્યાં કોંગ્રેસ વાળા નરેન્દ્ર મોદીને લઈને અને તેમની પત્ની પર થયેલા અત્યાચારની વિરૂદ્ધ ઉભા છે.
 
પાર્ટીના સમાચાર પત્રમાં કહેવામાં આવ્યું કે મોદીના લગ્ન એક ઔપચારિકતા હતી. સ્વામી સમર્થ રામદાસ સમાજને પોતાનું જીવન સમર્પિત કરવાને માટે લગ્નને સંબંધોની વચ્ચે જ નિકળી ગયા હતા. વળી, મોદી અને તેમની પત્નીના અંદરો અંદર સમજણથી અલગ થયા છે અને મોદી સંઘ પ્રચારક બની ગયા. જશોદાબેનને જ્યારે કોઈ ફરિયાદ જ નથી તો કોંગ્રેસ કેમ બોલી રહી છે ?
 
સંપાદકીયમાં મોદીને નિશાના પર લેવા બાબતે કુંવારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર મજાક ઉડાવી છે. અને કેન્દ્રીય મંત્રી શશિ થરૂરને પણ આ બાબતે સામેલ કરવામાં આવ્યા છે કે જો કોંગ્રેસ જશોદાબેનને લઈને આટલી ચિંતામાં છે તો જે રહસ્યમય રીતે મરી ગયેલી સુનંદા પુષ્કરની બાબતમાં પણ કંઈક કહેવું જોઈએ.
 
ઉલ્લેખનીય છે કે ભાજપના લોકસભા ચૂંટણી – 2014ને માટે પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડોદરાથી ચૂંટણી ઉમેદવારીમાં દાખલ કરેલા સોંગદનામામાં પોતાને લગ્ન કરેલા જણાવીને ખુલાસો કર્યો હતો કે તેમની પત્નીનું નામ જશોદાબેન છે.