શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , સોમવાર, 7 એપ્રિલ 2014 (11:16 IST)

લોકસભા ચૂંટણી 2014 : પ્રથમ તબક્કાનુ મતદાન આસામ અને ત્રિપુરામાં પ્રારંભ

W.D
લોકસભા ચૂંટણીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. નવ તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આજે આસામની પાંચ બેઠકો અને ત્રિપુરાની એક બેઠક માટે યોજાઈ રહ્યું છે. મતદાન મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયું છે અને જે સાંજે પાંચ વાગ્‍યા સુધી ચાલશે.

નોંધનીય છેકે નવ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ૫૪૩ બેઠકોની લોકસભાની સ્‍થિતિ ૧૬મી મેના દિવસે મત ગણતરી બાદ જ બિલકુલ સ્‍પષ્ટ થશે.

નોંધનીય છેકે પ્રતિબંધિત ઉલ્‍ફાનો સ્‍થાપના દિવસ પણ આજે જ હોવાથી સાવચેતીનાં તમામ પગલાં લેવામાં આવ્‍યા છે. મતદાનને કારણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ અને અર્ધલશ્‍કરી દળોએ મોરચા સંભાળી લીધા છે. લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં મતદાન શરૂ થઇ રહ્યુ હોવાથી સમગ્ર દેશમાં ભારોભાર ઉત્તેજના છવાઇ ગઇ છે.

વિગતવાર આજના મતદાન પર નજર કરીએ તો, આસામમાં ૧૪ બેઠકો પૈકીની પાંચ અને ત્રિપુરામાં બે બેઠકો પૈકીના એક માટે આજે મતદાન થઇ રહ્યુ છે. આસામમાં પ્રથમ તબક્કામાં ૫૧ અને ત્રિપુરામાં પ્રથમ તબક્કામાં એક મહિલા સહિત ૧૩ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. આ વખતે ત્રિપુરામાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. પ્રથમ તબક્કામાં ત્રિપુરા પશ્ચિમમાં મતદાન યોજવામાં આવશે.આસામમાં પણ બે તબક્કામાં મતદાન યોજાનાર છે. આસામમાં પ્રથમ તબક્કામાં આજે મતદાન યોજાઇ ગયા બાદ ૧૨મીએ બીજામાં અને ૨૪મીએ ત્રીજા તબક્કામાં મતદાન થશે.

આસામમાં આ વખતે ભાજપ અને આસામ ગણ પરિષદનું ગઠબંધન થયું છે ત્યારે આજે આસમમાં ગોગાઇ સરકાર માટે કઠીન પરિક્ષા છે. ત્રણ વખત મુખ્યમંત્રી પદે ચૂંટાઇ આવેલા ગોગાઇ આ વખતે આસામમાં કોંગ્રેસને કેટલી બેઠકો અપાવવી શકે છે એપ એક સવાલ છે. તો બીજી તરફ ગોગોઇનો દિકરો વરુણ ગોગાઇ પણ કાલિયાબોરની બેઠક ઉપરથી આ વખતે ચૂંટણી લડી રહ્યો છે.

આજે આસામમાં તેજપુર, કાલિયાબોર, જોરહટ, ડિબ્રૂગઢ અને લખીમપુર શિવાય ત્રિપુરાની એક બેઠક ત્રિપૂરા વેસ્ટનો સમાવેશ થાય છે.