શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 6 જાન્યુઆરી 2016 (15:56 IST)

જાણો કેમ એટમ બોમ્બની સરખામણીમાં વધુ ખતરનાક છે હાઈડ્રોજન બોમ્બ

હાઈડ્રોજન બોમ્બ પહેલા સફળ પરિક્ષણની ઉત્તરી કોરિયાની જાહેરાતની દુનિયાભરમાં આલોચના થઈ રહી છે. ત્યાના નેતા કિમ જોંગ-ઉને ગયા મહિને સંકેત આપ્યા હતા કે તેમના પરમાણુ સંપન્ન દેશે હાઈડ્રોજન બોમ્બ પણ વિકસિત કરી લીધો છે. ઉત્તર કોરિયા આ પહેલા એટમ બોમબના પણ ત્રણ પરિક્ષણ કરી ચુક્યુ છે. આવો જાણીએ એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ કેમ વધુ ખતરનાક છે.... 
 
1. એટમ બોમ્બની તુલનામાં હાઈડ્રોજન બોમ્બ વધુ શક્તિશાળી અણુસંબંધી હથિયાર છે.  
2. હાઈડ્રોજન બોમ્બથી કાઢનારી ઉર્જા એટમ બોમ્બની તુલનામાં વધુ હોય છે.. હાઈડ્રોજન બોમ્બ આખા શહેરનું  એક જ વિસ્ફોટમાં નામોનિશાન મિટાવી શકે છે. 
3. હાઈડ્રોજન બોમ્બ પોતાની ઉર્જા અણુઓના વિલય (atomic fusion - એટોમિક ફ્યૂજન)થી મેળવે છે. જ્યારે કે એટમ બોમ્બ પોતાની ઉર્જા અનુઓના વિખંડન (atomic fission - એટોમિક ફેશન) થી મેળવે છે. 
4. અણુસંબંધી વિલય અને અણુસંબંધી વિખંડન બે જુદા જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ છે. જેમાંથી ઉર્જા નીકળે છે... વિખંડનની પ્રક્રિયામાં દરેક અણુ બે કે તેનાથી વધુ નાના અને હલ્કા અણુઓમાં વહેંચાય જાય છે. 
5. તેનાથી વિપરિત, વિલયન દરમિયાન બે કે તેનાથી વધુ નાના અને હલકા અણુ મળીને મોટુ અને વધુ ભારે અણુ બની જાય છે.. 
6. હાઈડ્રોજન બોમ્બમાં હાઈડ્રોજનના અણુઓના વિલયનનો ઉપયોગ થાય છે. તેથી તેને હાઈડ્રોજન બોમ્બ કહે છે. 
7. કોઈ ફ્યૂજન બોમ્બને બનાવવુ અનેક ઘણુ વધુ મુશ્કેલ હોય છે. કારણ કે તે માટે અનેક ગણુ વધુ તાપમાન, કરોડો ડ્રિગ્રી સેંટ્રીગ્રેડ - ની જરૂર પડે છે.. આ તાપમાનને મેળવવા માટે અણુસંબંધી વિખંડનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. જેથી વધુ ઉર્જા ઉત્પન્ન થાય અને ફરી એ ઉર્જા દ્વારા વિલયન શરૂ કરાવવામાં આવે છે. કોઈપણ ફ્યૂજન બોમ્બ માટે પહેલા એક વિખંડન ઉપકરણને ચલાવવુ અનિવાર્ય હોય છે.. 
8. હાઈડ્રોજન બોમ્બને નાના આકારમાં બનાવવા સરળ હોય છે. જેથી તેને મિસાઈલમાં સહેલાઈથી ફિટ કરી શકાય. 
9. જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એટમ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને આજ સુધી ક્યારેય કોઈ પણ યુદ્ધમાં હાઈડ્રોજન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 
10. આ ઉત્તરી કોરિયા દ્વારા કરવામાં આવેલ અત્યાર સુધીનું ચોથુ અણુ પરીક્ષણ છે. જો કે આ પહેલો ફ્યુજન બોમ્બ છે...