ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

નોલેજ : શુ તમે જાણો છો જાનવરોમાં સૌથી ભાવુક કોણ હોય છે ?

મોટાભાગે આપણે આપણા સગા સંબંધીઓને મળીએ છીએ કે તેમનાથી દૂર જઈએ છીએ તો આપણે ભાવુ ક થઈ જઈએ છીએ. જો કોઈ મિત્ર ઘણા દિવસો પછી મળે તો આપણે તેને ભેટી પડીએ છીએ. પણ જો કોઈ આપણાથી દૂર જઈ રહ્યુ હોય તો આપણી રડીએ છીએ, વિલાપ કરીએ છીએ.

પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે જાનવરોમાં ભાવુકતા જોવા મળે છે કે નહી ? શુ કૂતરા બિલ્લી પણ ભાવનાઓમાં વહે છે ? મોટા હાથીથી લઈને નાનકડી કીડી પણ શુ ભાવુક હોય છે ? તાજેતરમાં જ અમેરિકાના વિલિયમ એંડ મેરી કોલેજમાં માનવ વિજ્ઞાનની પ્રોફેસર, બારબરા જે કિંગે આ વિષય પર અભ્યાસ કર્યો. જેનો ઉલ્લેખ તેણે પોતાના નવા પુસ્તક 'હાઉ એનીમલ્સ ગ્રીવ'માં કર્યો છે. બારબરા મુજબ આમ તો બધા જાનવરોમાં ભાવુકતા હોય છે. પણ વિશાળકાય હાથી દુ:ખ વ્યક્ત કરનારા જાનવરોમાં સૌથી વધુ ભાવુક હોય છે.

જ્યારે એક હાથીની લાશને રેતીમાં છોડવામાં આવ્યુ તો હાથીઓના પાંચ જુદા જુદા પરિવાર એ હાથીની લાશ પાસે આવ્યા અને તેમણે જુદી જુદી રીતે પોતાની ભાવનાઓને વ્યક્ત કરી. કોઈએ હાથીની લાશની ચારે બાજુ ફરીને, તો કોઈએ મરેલા હાથીના હાડકાં પોતાની સૂંઢ પર ઉઠાવીને દુ:ખ વ્યક્ત કર્યુ. બારબરાના મુજબ તેણે બે એવી બિલાડીઓનો પણ અભ્યાસ કર્યો જે બહેનો હતી અને એકના મરી જતા બીજી લાંબા સમય સુધી તેની લાશ પાસે બેસી રહી, જો કે એ નથી માનતી કે જાનવરો પણ માણસોની જેમ જ શોક પ્રગટ કરે છે.