ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ
Written By વેબ દુનિયા|

બાળકો માટે : પાઘડી વિશે જાણવા જેવુ

P.R

પાઘડી પહેરવાથી માથાનો દુઃખાવો મટી શકે છે

પાઘડી હેલ્‍મેટની ગરજ સારે છે

પાઘડી તથા સાફાના કુલ ૫૦ પ્રકાર

આધુનિક યુગમાં રાજપૂતો હવે માત્ર પ્રસંગોપાત જ પાઘડી કે સાફા બાંધતા હોય છે. ત્‍યારે રાજપૂત યુવાનોને પાઘડી તથા સાફા બાંધતા શીખવવા માટેના કેમ્‍પનું આયોજન ગીરાસદાર રાજપૂત યુવા સંઘ દ્વારા શહેરના ગાંધીગ્રામ ખાતે મા આશાપુરા મંદિરે રવિવારે યોજવામાં આવેલ. આ કેમ્‍પમાં વિવિધ પ્રદેશની આગવી ઓળખ સમી પાઘડીઓના ચિત્રો પ્રદર્શન માટે મુકવામાં આવેલા. આ કેમ્‍પમાં સૌરાષ્ટ્ર કચ્‍છના આશરે ૫૦૦ થી વધુ રાજપૂતભાઈઓને દસેક ઈન્‍સ્‍ટ્રકટરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ સાફા કેમ્‍પને સફળ બનાવવા માટે સંસ્‍થાના ચેરમેન શ્રી બલભદ્રસિંહ ચુડાસમા (દેવચડી) દ્વારા સાફા અને પાઘડી વિશે ખૂબ જ મહત્‍વનું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં કાઠીયાવાડી હાલાઈ, કચ્‍છી, સાત અલગ અલગ રંગોના લેરીયા જેવા કપડામાંથી બંધાતી રાજસ્‍થાની (મારવાડી) પાઘડી, જાલાવાડી, ગોહિલવાડ, સોરઠી (ચુડાસમા) સહિત અલગ અલગ ૫૦ જેટલા પ્રકારની પાઘડી તથા સાફાની માહિતી સાથે ટ્રેનીંગ આપવામાં આવેલી. સારા પ્રસંગોએ લાલ લીલી બાંધણી તથા શોકમય પ્રસંગોએ પહેરાતી સફેદ પાઘડી તથા સાફા વિશે માહિતી આપવામાં આવેલી હતી.

સામાન્‍ય રીતે પાઘડી છથી નવ મીટર લંબાઈની હોય છે. જેમાં કાપડને વળ ચડાવીને માથા પર બાંધવામાં આવે છે. જયારે સાફા સામાન્‍ય રીતે બે મીટર લંબાઈના કાપડમાંથી ચાર આંગળ પહોળા પટાની જેમ બાંધવામાં આવે છે. જેના પર માથે કલગી કે છોગુ હોય છે. આ કલગી પર અગાઉના મહારાજાઓ હીરા માણેક જેવા રત્‍નો પણ મઢાવતા. જે તેમની આગવી ઓળખ બની રહેતી. લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગોએ પાઘડી તથા સાફો પહેરવાની પ્રથા હજું પણ બરકરાર છે. ચેરમેન બલભદ્રસિંહે જણાવેલ કે પાઘડી તથા સાફાના કુલ ૫૦ પ્રકાર હોય છે. જામનગરના પ્રખ્‍યાત ઝંડુ ભટ્ટે તેમના પુસ્‍તકમાં ઉલ્લેખ કરેલો છે કે પાઘડી પહેરવાથી માથાનો દુઃખાવો મટી શકે છે અને પહેલાના જમાનામાં આ પાઘડી એક હેલ્‍મેટ જેવું કામ આપતી હતી.