શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

માછલીની યાદ શક્તિ કેટલી?

માછલી પાણીની રાણી કહેવાય છે. બાળકો તમને ખબર છે માછલી યાદશક્તિ કેટલી હશે. લગભગ 3 સેકેંડ? હા માછલી ત્રણ સેકેંડથી વધારે વખત કોઈ પણ વસ્તુને યાદ રાખી શકતી નથી. આતો પહેલાની ખોજના તારણો છે.

તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આ ખોજ પર વધુ ઉંડો અભ્યાસ કર્યો છે. જેના તારણો કહે છે, કે માછલીની મેમરી પાવર આટલી ઓછી હોતી નથી, પરંતુ તેના કરતા વધુ સારી હોય છે. તે પાંચ મહિના સુધી કોઈપણ વાતને યાદ રાખી શકે છે. આટલા સમય માટે કોઈ પણ ઈશારાને શીખી શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે એક માછલીને કેટલાક કૌશલ્યો શીખવ્યા અને ત્યાર બાદ તેને થોડા સમય માટે છોડી મૂકવામાં આવી. ત્યારબાદ તે જ માછલીને પકડીને તેની સાથે જે શીખવવામાં આવેલ કૌશલ્યોને વાગોળવામાં આવ્યા અને માછલીએ પ્રતિક્રિયા આપી. હૈફા નામની જગ્યા પર ઈઝરાઈલી ટેક્નીશિયન ઈંસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ આ નવી વાતની ખોજ કરી લીધી માટે હવે માછલીઓને ઓછી આંકવાની ભૂલ કરશો નહી.