શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2017 (14:29 IST)

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે સૌરાષ્ટ્ર યાત્રા કાઢશે

ભાજપ હવે નારાજ મતદારોને મનાવવા માટે 3 ફેઝમાં સીધો સંપર્ક સાધવા માટે પ્લાન ઘડી રહી છે. આ પ્લાનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરેકે-દરેક વોટર્સના ઘરે જઈને તેમનો સંપર્ક સાધવામાં આવશે. આ કાર્યક્રમ BJP ચીફ અમિત શાહની સૌરાષ્ટ્ર યાત્રા સાથે શરુ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી યોજાય તે પહેલા BJPના કાર્યકરો વિસ્તારના દરેક દરેક ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે.સૌરાષ્ટ અને કચ્છ વિસ્તારની 54 સીટો પૈકી 39 સીટો BJPની છે.

BJPના જામનગરના ઈનચાર્જ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે,  ‘અમારા બુથલેવલના કાર્યકરો 7 નવેમ્બરથી મતદારોને આકર્ષવા માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈનની શરુઆત કરશે. જે 13 નવેમ્બર સુધી ચાલશે.’ કાર્યકરો 40થી 45 લાખ ઘરોની મુલાકાત લેશે. જેમાં 1.5 કરોડ જેટલા વોટર્સનો સીધો સંપર્ક કરાશે. રાજકોટના ભાજપના પાર્ટી પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, ‘અમે દરેક મતદાતાને પર્સનલી મળીશું.’ પાર્ટી ઓફિશિયલ્સ દ્વારા જણાવાયું હતું કે, ‘પાર્ટીના કાર્યકરો પ્રથમ તબક્કામાં સરકારની લોકકેન્દ્રીત નીતિઓ અને યોજનાઓ દર્શાવતા લીફલેટ્સનું વિતરણ કરશે. અમદાવાદમાં એક ટીમ આ લીફલેટ્સના કન્ટેન્ટ અને ડિઝાઈન પર કામ કરી રહી છે.’ બીજા રાઉન્ડમાં જ્યારે પક્ષ તેના ઉમેદવારો જાહેર કરી દેશે ત્યારે પર્સનલ વિઝિટ્સ શરુ થશે. આ બીજા રાઉન્ડમાં ઉમેદવારોના પ્રોફાઈલ અને માહિતીવાળા લીફલેટ્સ વહેંચવામાં આવશે. જેમાં ઉમેદવારને લગતી સઘળી માહિતી આવરી લેવાનો પ્રયત્ન કરાશે.અમિત શાહ પણ સૌરાષ્ટ્રની મુલાકાતે 3 દિવસ માટે આવશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ BJPના કાર્યકર્તા અને ઉચ્ચ પદધારકોને મળશે. સૌરાષ્ટ્ર BJPના ગઢ સમાન રહ્યું છે પરંતુ પાટીદાર આંદોલન, નોટબંધી અને GSTની સહિયારી અસરને દૂર કરવા માટે પાર્ટીના કાર્યકરો દિવસ-રાત પ્રયત્નો કરી રહ્યા છે. વર્ષ 2015માં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે સ્થાનિક ચૂંટણીમાં ઘણી સીટો ગુમાવવી પડી હતી.